રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે. તેમજ શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે. તાવના 739, ઝાડા ઉલ્ટીના 359 કેસ નોંધાયા છે. તથા ડેન્ગ્યુના 29 કેસ, ટાઈફોડના 5 કેસ નોંધાયા તેમજ મેલેરીયાના 2 કેસ, ચિકનગુનિયા 1 કેસ નોંધાયા છે.
સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા
શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમનાં સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે. શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા, તાવના 739 કેસ નોંધાયા, ઝાડા ઉલ્ટીના 359 કેસ નોંધાયા તથા ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા અચાનક ઉછાળો આવ્યો છે. ટાઈફોડના 5 કેસ નોંધાયા તથા કમળાના 2 કેસ નોંધાયા અને મેલેરીયા 2, ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો છે. મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે.
પાટણ શહેરમાં પણ ડેન્ગ્યુના કેસો વધ્યા
પાટણ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અત્યારે બાળકોમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તો મચ્છરજન્ય મેલેરિયા, ટાઈફોઈડ તેમજ વાયરલ ફીવરના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. સમગ્ર પાટણ શહેરમાં અત્યારે વરસાદના વિરામ બાદ ડેન્ગ્યુની બીમારીમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. ભાદરવા મહિનામાં વાતાવરણ સવારે ઠંડુ અને બપોરે ગરમી ફરી રાત્રે ઠંડુ રહેવાને લઈ સીઝનલ તાવ , શરદી , ખાંસી જેવા રોગોએતો માથું ઊંચક્યું છે. સાથે સાથે ડેન્ગ્યુ, મેલેરિયાની બિમારી પણ વધી રહી છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિના માં 10,000 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે તો રોજના 600થી 700 નવા કેસોની અત્યારે ઓપીડી નોંધાય છે. જેમાં 300 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 30 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો સિવિલ હોસ્પિટલમાં સમયસર ડોક્ટર ન આવતા પણ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
Source link