ઝાલાવાડમાં ધો. 1થી 12ના વિદ્યાર્થીઓ મન મુકીને નવરાત્રીમાં ગરબા રમી શકે તે માટે નવરાત્રી પર્વે પરીક્ષાનું આયોજન કરાયુ નથી.
જેમાં નવરાત્રી પુરી થયા બાદ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષા લેવાશે. જેમાં પ્રાથમિક શાળાઓમાં તા. 17મીથી 24મી ઓકટોબર અને માધ્યમિક તથા ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં તા. 14મીથી 25મી ઓકટોબર સુધી સત્રાંત પરીક્ષા ચાલશે.
જિલ્લામાં દર વર્ષે નવરાત્રીના સમયે વિદ્યાર્થીઓની અર્ધવાર્ષીક પરીક્ષાઓ આવતી હતી. જેના લીધે વિદ્યાર્થીઓનું મન ગરબામાં રહેતુ હતુ અને સરખી રીતે પરીક્ષાઓ આપી શકતા ન હતા. ત્યારે આ વર્ષે સરકારે નવરાત્રી પર્વે સત્રાંત પરક્ષાઓનું આયોજન ન કરવા નીર્ણય કર્યો છે. જેને પગલે નવરાત્રી પુર્ણ થયા બાદ જ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કુલોમાં સત્રાંત પરીક્ષાઓ યોજાશે. જિલ્લામાં તા. 3જી ઓકટોબરથી નવરાત્રી પર્વનો પ્રાંરભ થશે. અને તા. 13 ઓકટોબરને રવિવારે દશેરાનો તહેવાર છે. ત્યારે જિલ્લામાં દશેરાની રજા બાદ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલોમાં પરીક્ષાની મૌસમ શરૂ થનાર છે. જેમાં તા. 17મીથી 24મી ઓકટોબર સુધી પ્રાથમિકમાં પરિક્ષા યોજાશે. જયારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા. 14થી 25 સુધી પરીક્ષા યોજાશે. પરીક્ષાઓ બાદ શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર થનાર છે. ત્યારે નવરાત્રી પર્વે પરીક્ષાઓનું આયોજન ન હોવાથી વિદ્યાર્થીઓ મન મુકીને રાતના સમયે ગરબા રમી શકશે અને માં આદ્ય શકિતની આરાધના કરી શકશે.
Source link