Face Wash Tips for Women : વારંવાર ફેસવોશ કરવાથી થાય ત્વચાને નુકસાન, જાણો ફેસ વોશ કરવાની યોગ્ય રીત

ચહેરાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે લોકો ઘણીવાર વિચારે છે કે તેઓ જેટલી વાર ફેસ વોશ કરશે તેટલું જ તે વધુ ફાયદાકારક રહેશે. આ આદત ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ફેસ વોશ ત્વચા માટે ફાયદાકારક છે.
કેટલી વાર ફેસ વોશ કરવું જોઈએ!
દિવસમાં બે વાર ફેસ વોશ પૂરતો છે. સવારે અને રાત્રે સૂતા પહેલા. સવારે ફેસ વોશ કરવાથી રાતભર એકઠી થયેલી ચહેરા પર ધૂળ અને તેલ દૂર થાય છે, જ્યારે રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવાથી દિવસભર એકઠી થયેલી ધૂળ અને મેકઅપના અવશેષો દૂર થાય છે.
ખોટી રીતે ફેસ વોશ કરવાના નુકસાન
ઓવર-ક્લીન્સિંગ: ચહેરાને ઘણી વાર ધોવાથી ત્વચાના કુદરતી રક્ષણાત્મક સ્તર દૂર થઈ જાય છે.
ત્વચામાં બળતરા: વારંવાર ચહેરો ધોવાથી લાલાશ, ફોલ્લીઓ અને ખંજવાળ આવી શકે છે.
પિમ્પલ્સ: શુષ્ક ત્વચા વધારાનું તેલ ઉત્પન્ન કરે છે, જે પિમ્પલ્સ અને બ્રેકઆઉટનું જોખમ વધારે છે.
યોગ્ય ફેસ વોશની ઓળખ
ત્વચાના પ્રકાર મુજબ: જો તમારી ત્વચા ઓઈલી હોય, તો જેલ આધારિત ફેસવોશ લો. શુષ્ક ત્વચા માટે, ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝિંગ ફેસવોશ શ્રેષ્ઠ છે.
કેમિકલ્સથી બચો: કઠોર અને રાસાયણિક ઉત્પાદનો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
કુદરતી ઘટકો: એલોવેરા, ગુલાબજળ, ચંદન જેવા કુદરતી ઘટકોવાળા ફેસવોશ પસંદ કરો.
ફેસ વોશ માટેની ટિપ્સ
હળવાથી ફેસવોશ લગાવો અને હળવો માલિશ કરો. ફેસ વોશ પછી હંમેશા મોઈશ્ચરાઈઝર લગાવો. પરસેવો થયા પછી ખૂબ જ જરૂરી હોય તો જ ચહેરો ધોવો, પરંતુ વધુ પડતી સફાઈ ટાળો. દિવસમાં કેટલી વાર તમારે ફેસ વોશ કરવું જોઈએ તે તમારી ત્વચાના પ્રકાર અને જીવનશૈલી પર આધાર રાખે છે.
વધુ પડતી સફાઈ કરવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે અને પીંપલ થઈ શકે છે. યોગ્ય માત્રામાં ફરસ વોશ અને યોગ્ય ઉત્પાદનો પસંદ કરવાથી તમારી ત્વચા સ્વચ્છ, તાજી અને સ્વસ્થ રહેશે.