ENTERTAINMENT

Fakt Purusho Maate:ફિલ્મ પર લાગતો સર્વિસ ચાર્જ ગુજરાતી ઈન્ડસ્ટ્રીના વિકાસમાં રોડા સમાન

  • ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ 23 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે
  • આ ફિલ્મ વિશે સ્ટારકાસ્ટે વાતચીત કરી હતી
  • યશે જણાવ્યું કે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો

34 દિવસમાં તૈયાર થયેલી ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખાસ ઈન્ટરવ્યુ કરતાં ફિલ્મને લઈને અનેક અવનવી વાત જાણવા મળી. આ ફિલ્મ વિશે વાતચીત કરતાં યશ સોનીએ કહ્યું કે ગુજરાતી સિનેમાની વાઈલ્ડ ફિલ્મ કહી શકાય અને આ એક અનોખી અને સરળ સમજી શકાય એવી સ્ટોરી છે. આ ફિલ્મ જોયા પછી દર્શકો કહી શકશે કે આનાથી વધારે સારું ટાઈટલ ન હોય શકે અને આ ટાઈટલ એકદમ પરફેક્ટ છે.

અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ

આ સિવાય ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ મિત્ર ગઢવી, યશ સોની અને ઈશા કંસારાએ કહ્યું કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવું એક સારા અનુભવ છે. અમને અમિતાભ બચ્ચન સાથે કામ કરીને ઘણું બધું શીખવા મળ્યું. અમિતાભ બચ્ચન ટાઈમના બહુ પાક્કા છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરીને એવું કહી શકાય કે જીવનનું સપનું પૂરું થઈ ગયું. મિત્ર ગઢવીએ કહ્યું કે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો સારો અનુભવ રહ્યો, તેમની સાથે કામ કરતાં એવું લાગે નહીં કે તે મોટા સ્ટાર છે, તે બધા સાથે સમાન વ્યવહાર કરતાં. મારા માટે તે લાઈફની બેસ્ટ મોમેન્ટ હતી. 

દર્શકોને નવું આપવાનો પ્રયાસ

આ સિવાય આ ફિલ્મ એક ફેમિલી એન્ટરટેઈનર છે. ઓડિયન્સને ‘છેલ્લા દિવસ’ના ફેમસ ડાયલોગમાંથી બહાર કાઢી નવું પિરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ 23 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.

યશ સોનીએ ફિલ્મને થિયેટર જઈને જોવાની કરી અપીલ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટેક્નોલોજી બાબતે બહુ પાછળ રહી છે. ફિલ્મ પર લાગતો સર્વિસ ચાર્જ ગુજરાતી ઈન્ડસ્ટ્રીના વિકાસમાં રોડા સમાન સાબિત થાય છે. ગુજરાતી ફિલ્મો માટે સ્ક્રીનિંગનો અભાવ એક મોટો પડકાર રહ્યો છે. આ સિવાય કહ્યું કે ગુજરાતી ઈન્ડસ્ટ્રી આવનારા સમયમાં એક દિવસે બે બ્લોકબસ્ટર ફિલ્મો આપશે અને આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ સાઉથ અને મરાઠી ફિલ્મોને પાછળ છોડશે. યશ સોનીએ પાઈરસીથી દૂર રહેવા અને થિયેટરમાં જઈને ફિલ્મ જોવા અપીલ કરી છે.

ઈશાએ વાતમાં વાતમાં ઈશારો કરીને મહિલાઓ માટે કહી આ વાત

શું સ્ત્રી આ ફિલ્મ જોય પછી પુરુષના મનની વાત સમજી શકશે તેના જવાબમાં યશે કહ્યું કે આજની મહિલાઓ પાવરફુલ છે, તે દરેક વસ્તુ સમજે જ છે. આ સિવાય ઈશાએ કહ્યું કે સ્ત્રી-પુરુષ એકસાથે આ ફિલ્મ જોયા પછી ઈશારામાં એકબીજાની વાત સમજી જશે. આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા, અમિતાભ બચ્ચન અને દર્શન જરીવાલા સહિત અન્ય સુપરસ્ટાર જોવા મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button