ENTERTAINMENT

દેવામાં છે ફેમસ એક્ટર રાજકુમાર રાવ! અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, જ્યારે તેની અગાઉની ફિલ્મ ‘સ્ત્રી 2’ એ લગભગ 600 કરોડ રૂપિયાનો રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો હતો. તાજેતરમાં રાજકુમારે પોડકાસ્ટમાં તેના બેન્ક બેલેન્સ વિશે ખુલીને વાત કરી હતી. જેમાં તેણે ચોંકાવનારો દાવો કર્યો હતો. રાજકુમારે કહ્યું છે કે, તે એટલો અમીર નથી જેટલો તે લાગે છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

રાજકુમાર કરોડો રૂપિયાની કાર ખરીદી શકતા નથી

રાજકુમારે પોડકાસ્ટમાં પોતાના બેન્ક બેલેન્સ વિશે જણાવ્યું હતું. રાજકુમાર રાવે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે તેની સાથે જોડાયેલી કેટલીક ગેરસમજો દૂર કરવામાં આવે. અભિનેતાએ કહ્યું કે, આજે પણ તે કરોડો રૂપિયાની કાર ખરીદી શકતો નથી. તેણે એમ પણ કહ્યું કે, તેણે ઈએમઆઈ પર પોતાનું ઘર લીધું છે, જે ચૂકવવા માટે તે હજી પણ દર મહિને મોટી રકમ ચૂકવે છે.

રાજકુમાર રાવે બેન્ક બેલેન્સ પર શું કહ્યું?

રાજકુમાર રાવે પોડકાસ્ટમાં કહ્યું કે, ‘સાચું કહું તો મારી પાસે એટલા પૈસા નથી જેટલા લોકો વિચારે છે. મારી પાસે એક ઘર છે, જેની EMI ઘણી સારી છે. આવી સ્થિતિમાં હું 6 કરોડ રૂપિયાની કાર ખરીદી શકતો નથી.’ રાવે વધુમાં કહ્યું કે, જો તે 50 લાખ રૂપિયાની કાર ખરીદવાનું વિચારે છે, તો તેણે પહેલા તેની ચર્ચા કરવી પડશે. તેણે એમ પણ કહ્યું કે, તે 20 લાખ રૂપિયા સુધીની કાર ખરીદી શકે છે, જેના માટે વધારે વિચારવાની જરૂર નહીં પડે. રાજકુમારના આ ખુલાસા બાદ બધા ચોંકી ગયા છે.

રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ થઈ રિલીઝ

રાજકુમારની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ 11 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ તૃપ્તિ ડિમરી સાથે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ એક નવવિવાહિત યુગલની કહાની છે, જેનો હનીમૂનનો વીડિયો ચોરી થી જાય છે. આ ફિલ્મમાં અર્ચના પૂરન સિંહ, રાકેશ બેદી, ટીકુ તલસાનિયા પણ છે, જ્યારે મલ્લિકા શેરાવતે કેમિયો કર્યો છે. આ ફિલ્મની ટક્કર આલિયા ભટ્ટની ‘જીગરા’ સાથે થઈ છે, જે બોક્સ ઓફિસ પર ફિલ્મને ટક્કર આપી રહી છે.

‘સ્ત્રી 2’એ 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

ઉલ્લેખનીય છે કે, ‘વિકી વિદ્યા કા વો વીડિયો’ પહેલા રાજકુમારની ફિલ્મ ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 600 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. આ સાથે આવું કરનારી તે પહેલી હિન્દી ફિલ્મ પણ બની ગઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button