ENTERTAINMENT

બિગ બોસ 18ના પહેલા સ્પર્ધકનું થયું એવિક્શન, ફેન્સ થયા નિરાશ

સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 18’નું ફર્સ્ટ વીકેન્ડ વોર શરૂ થઈ ગયું છે. વીકેન્ડ કા વારનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વખતે ‘બિગ બોસ 18’માં ફેમસ ફેસ જોવા મળી રહ્યા છે. આ વખતે બિગ બોસમાં વકીલો, રાજકારણીઓથી લઈને મોટા સ્ટાર્સ સુધી તમામ ક્ષેત્રના લોકો જોવા મળી રહ્યા છે. બિગ બોસની શરૂઆત થઈ ત્યારથી દર્શકોને મસાલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક સ્પર્ધક બિગ બોસમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે’બિગ બોસ 18’માંથી કોને બહાર થશે?

‘બિગ બોસ 18’નું પ્રથમ એવિક્શન

સલમાન ખાનના શો ‘બિગ બોસ 18’માંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા બર’ની એપર ‘બિગ બોસ તાજા ખક પોસ્ટ આવી છે જેમાં પ્રથમ એવિક્શનની માહિતી છે. આ પોસ્ટ મુજબ પહેલા ઘરમાંથી ગધરાજનું એલિમેશન થઈ ગયું છે. ગધરાજની બિગ બોસની જર્ની પૂરી થઈ ગઈ છે. બિગ બોસના ફેન્સ ગધરાજની એવિક્શન પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં વિવિધ પ્રકારની કોમેન્ટ્સ લખી રહ્યા છે.

 

PETAએ બિગ બોસ મેકર્સને કરી હતી અપીલ

‘બિગ બોસ 18’ના ઘરમાં ગધરાજની એન્ટ્રી બાદ પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એ સલમાન ખાનને શોમાં ગધરાજને રાખવા માટે નોટિસ મોકલી હતી. આ નોટિસમાં પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એ ગધેડો એટલે કે ગધરાજ તેમને સોંપવાની વાત લખી હતી.

 

PETA એ શેર કરી પોસ્ટ

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા નોટિસ મોકલ્યા પછી, મેકર્સે હવે ગધરાજ તેમને સોંપવા માટે સંમત થયા છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એ પોતે આ માહિતી ઈન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે “આ કેસમાં હસ્તક્ષેપ કરવા બદલ પીપલ ફોર એનિમલ્સના પ્રમુખ શ્રીમતી મેનકા સંજય ગાંધીનો આભાર. આ સફળતા સમુદાયના દરેક વ્યક્તિના સામૂહિક પ્રયાસોથી શક્ય બની છે, જેઓ ગધરાજને મુક્ત કરવા માટે ઉભા હતા.”




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button