નવરાત્રી કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ઢોકળા બનાવવા માટે સાબુદાણા, મોરૈયો, ફરાળી મીઠું, દહીં, લીલા મરચા, આદુ, તેલ, ખાંડ, બેકિંગ સોડા, લાલ મરચું પાઉડર સહિતની સામગ્રીની જરુર પડશે.
ફરાળી ઢોકળા બનાવવ માટે સૌથી પહેલા સાબુદાણા અને મોરૈયાને પીસી લો. ત્યારબાદ તેને ચાળી લો. જેથી તેમાં મોટી કણીઓ રહી ન જાય.
હવે એક વાસણમાં આ મિશ્રણમાં આદુ – મરચાની પેસ્ટ, ફરાળી મીઠું અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ ખીરામાં જરુરયાત અનુસાર પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે ખીરુ વધારે ઘટ્ટ કે પાતળુ ન થાય.
ત્યાર બાદ તૈયાર કરેલા ખીરાને 30 થી 40 મીનીટ માટે રેસ્ટ આપો. હવે સ્ટીમરને ગરમ કરવા મુકો. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી 1 મીનીટ પહેલા થાળી ગરમ થવા દો. પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવીને થાળીમાં પાથરી 15 મીનીટ સુધી બફાવા દો.
હવે એક પેનમાં તેલ લો. તેમા જીરું , લીલા મરચા ઉમેરી વઘારને ઢોકળા પર નાખીને બરાબર મિક્સ કરી દો. ગરમા ગરમ ઢોકળાને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
Source link