શિનોર તાલુકામાં ખેડૂતોએ વિદ્યુત લાઈનો કૂવા તથા ઓરડી માટે લીધેલ છે. તેમાં ગમે તે કારણસર ટ્રાન્સફેર્મર બળી જાય ત્યારે ગુજરાત વિદ્યુત બોર્ડમાં અરજી કર્યા પછી નવું લાવવામાં નવ નેજા પાણી પડે છે. તેમાં પણ મોટાભાગે ટ્રાન્સફેર્મર રીપેર થયેલા આવે છે.
જેની બેઠકો તથા ઓઇલ બોક્સનું વેલ્ડીંગ પણ ખૂબ જ ખરાબ આવતું હોવાના કારણે ટ્રાન્સફેર્મરના બુસીંગ ફટી જવાના કારણે ઓઇલ નીકળી જવું જેવા કારણોસર ટ્રાન્સફેર્મર વારંવાર બદલવા પડે છે. જેના કારણે વીજ કંપનીનો લાઇન સ્ટાફ્ જરૂરી કામગીરી કરી શકતો નથી.
સતત વરસાદના કારણે ખેડૂતના કૂવા ઉપર રહેતા માણસોને પીવાના પાણીની પણ ખૂબ જ તકલીફ્ પડતી હોય છે. તેમજ રાત્રી દરમિયાન અંધારામાં કારણે સાપ તેમજ અન્ય ઝેરી વન્યજીવોનો ત્રાસ પણ વેઠવો પડે છે. ઘણીવાર ટ્રાન્સફેર્મર અમુક સંજોગોમાં 15 દિવસમાં ત્રણ ત્રણ વખત બદલવા પડતા હોય છે. ટ્રાન્સફેર્મરનો રીપેરીંગનો કોન્ટ્રાક્ટ આપે છે. પરંતુ કોન્ટ્રાક્ટર ઘણીવાર જૂનાને કલર ચોપડીને મોકલી આપે છે. તે ટ્રાન્સફેર્મર ચડાવ્યાના બીજા દિવસે ફેઇલ થાય છે. આ બાબતે MGVCLના અધિકારી તથા કાર્યપાલક ઇજનેર પૂરૂ ધ્યાન આપે તે જરૂરી છે. ચાલુ વર્ષે ખેડૂતો પાંચ પાંચ વખત બિયારણ મૂકીને માંડ માંડ ખેતી બેઠી કરી શક્યો છે. ઉઘાડ નીકળતા ખેતીમાં પાણીની ખૂબ જરૂર પડશે. MGVCLના કાર્યપાલક ઇજનેર ડભોઇ દ્વારા પેટા વિભાગ શિનોરને ટ્રાન્સફેર્મર પૂરા પાડે છે. પરંતુ મોટાભાગે નવાના બદલે રીપેર કરેલા જ આપે છે. વીજ કંપની ખેડૂતો પાસે પૂરા પૈસા લે છે, ત્યારે નવા ટ્રાન્સફેર્મર આપે તેવી ખેડૂતોની માગ છે.
Source link