તારાપુર સહિત ભાલ પંથક એટલે જીરાસર ડાંગર પકવતો પ્રદેશ છે જેમાં આ વર્ષે ખેડૂતોને બિયારણ કંપની દ્વારા છેતરી લેવામા આવ્યા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.આમ તો આ વર્ષ ખેડૂતો માટે ઘણું કાઠુ સાબિત થયુ છે કેમકે અવિરત પડેલા વરસાદે અહીં રોપાણ કરેલ ડાંગરનો શરૂઆતમાં જ સોથ વાળી દીધો હતો અને એમાંય થોડી ઘણી બચી ગયેલી ડાંગરમા મહા મહેનતે પરિપક્વતાના આરે આવી ત્યારે બિયારણ કંપનીના પાપે ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે.
અધિકારીને કરી ફરિયાદ
તારાપુરના ચિતરવાડા,કસ્બારા ડુગારી ,પચેગામ સહિતના ગામડાઓમાં હજારો હેક્ટર જમીનમાં આ વર્ષે ચોમાસામા દફ્તરી સીડ્સ કંપનીનુ 351 નામની ડાંગરની જાતનું ખેડૂતોએ મોઘા ભાવ આપી ખાત્રી વાળુ બિયારણ ખરીદેલ પરંતુ જ્યારે આ બિયારણ ની ડાંગર પાકવાના આરે આવી તે જોઈને ખેડૂતોના મોતિયા મરી ગયા કેમકે વહેલી પાકતી આ જાતના બિયારણમા પચાસ ટકા ઉપરાંત મોડી પાકતી જાતના છોડવા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો આ બિયારણના વિક્રેતા અને નિર્માતા એવી દફ્તરી સીડસ કંપની સામે રોસે ભરાયા છે જોકે આ મામલે વિક્રેતાને રજૂઆત કરતા વિક્રેતાએ હાથ અધ્ધર કરી લીધા છે અને હવે ખેડુતો આ મામલે ખેતીવાડી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે.
અધિકારીએ તપાસ હાથધરી
સમગ્ર ઘટનાને લઈ ખેતીવાડી અધિકારીએ તપાસ હાથધરી છે,આવા એક નહી પણ અનેક ખેડૂતો છે જેમને આ બાબતને લઈ તકલીફ પડી રહી છે,રાજયમાં હાલમાં નકલી બિયારણનો સિલસિલો યથાવત છે.ત્યારે નકલી બિયારણ હોઈ શકે તેવી શંકાઓ સેવાઈ રહી છે,ખેડૂતોએ વાવેતર પણ કરી દીધુ અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ પામ્યું છે.હાલમાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે.
Source link