બનાસકાંઠા જિલ્લાના બાગાયત વિકાસ યોજનાના વિવિધ સહાય ઘટકોમાં અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ ૦૧ થી ૧૫ ડિસેમ્બર સુધી ખુલ્લું મુકાશે,વાંચો વિગતે સ્ટોરી
ખેડૂતો જાણી લો વાત
બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકો જેવા કે અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, શાકભાજી પાકોમા પ્રાકૃતિક કૃષીને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટીક મલ્ચ લેયીંગ મશીન, મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, ખેતર પરના સોર્ટીંગ, ગ્રેડીંગ-પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય, ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, મિશન મધમાખી કાર્યક્રમ, ટ્રેકટર (૨૦ PTO HP સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ), ટ્રેકટર માન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૨૦ BHP થી ઓછા), પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા), સ્વયંસંચાલિત બાગાયત મશીનરી, કંદ ફુલો, દાંડી ફુલો જેવા સહાય ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ રહેશે.
ઓનલાઈન કરો અરજી
તેમજ અન્ય સહાયલક્ષી ઘટકો જેવા કે, આંબા તથા જામફળ- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળ પાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગન ફૃટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, (કેળ ટીસ્યુ)- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેંસીવ હોર્ટીકલ્ચર ડેવેલોપમેંટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળ પાક પ્લાંટીંગ મટીરીયલમાં સહાય, વધુ ખેતી ખર્ચ વાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, ઘનીસ્ટ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, પોલીહાઉસ (નેચરલી વેંટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે નેટ હાઉસ -નળાકાર સ્ટ્રકચર માટે, રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહતમ ૩૦૦ મે.ટન), સંકિલત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ, ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ/પૃથ્થકરણ પ્રયોગશાળા) અને નાની નસ.રી (૧ હે.) જેવા સહાય ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૦૧/૧૨/૨૦૨૪ થી તા.૧૫/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવાનું નક્કી થયેલ છે.
જમીનના ઉતારાની નકલ જરૂરી
ઉક્ત યોજનાઓમાં લાભ લેવા ઇચ્છુક તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજી પત્રક સહિ કરીને સાથે- જમીન ઉતારા નકલ-૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, અનુસિચુત જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનો પ્રમાણ પત્ર, સંલગ્ન પ્રોજેક્ટ રીપોર્ટ જેવા સાધનિક કાગળો જોડી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં નીચે જણાવેલ કચેરીમાં અચુક જમા કરાવવા જણાવવામાં આવે છે. જેની સર્વે ખેડુતોએ/બાગાયતદારોએ અચુક નોંધ લેવાની રહેશે આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો:બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨, ઇમેલ:ddhhortibk@gmail.com પર સંપર્ક કરવા નાયબ બાગાયત અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Source link