દિવાળીના તહેવાર પર અનેક પ્રકારના નાસ્તા ઘરે બનાવી શકો છો. ત્યારે આજે આપણે જોઈશું કે ફરસી પુરી કેવી રીતે ઘરે બનાવી શકાય છે.
ફરસી પુરી બનાવવા માટે મેંદો, સોજી, આખા મરી, ઘી અથવા તેલ, જીરું, મીઠું, પાણી સહિતના જરુર પડશે. એક મોટા વાસણમાં બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધી લો. પરોઠાના લોટ કરતા થોડોક કઠણ લોટ બાંધી લો. ત્યારબાદ તેને થોડોક રેસ્ટ કરવામાં મુકો.
ત્યારબાદ લોટના નાના ગોળ બનાવી લો. હવે પુરીને 3-4 મીમી જાડી અને પુરીના આકારમાં વણી લો. તેમજ પુરી પર કાંણા કરી લો. જેથી પુરી ફૂલે નહીં.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ હોય ત્યારે તેમાં પુરીને તેલમાં તળવા મુકો. પુરી હલ્કી ગોલ્ડન રંગની થાય ત્યારે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ( Pic – Social Media)
Source link