અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,અચાનક કારનું ટાયર ફાટતા આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.કાર ડિવાઇર કુદી સામે આવતી ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો.
નડીયાદ બિલોદરા બ્રીજ પાસેનો બનાવ
આ બનાવ નડીયાદ બિલોદરા બ્રીજ પાસે બન્યો હતો જેમાં ઘટનાની જાણ થતા અન્ય લોકો પણ મદદે પહોંચ્યા હતા,પોલીસ અને હાઈવે ઓથોરીટીની ટીમ પણ મદદે પહોંચી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડયા હતા.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવે છે.કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ જતા સામેથી આવતા ટ્રકની સાથે અથડાતા બની ઘટના.
ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
અકસ્માત થતાની સાથે ત્રણ વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા અને બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા હતા તો કારનું ટાયર અચાનક ફાટતાની સાથે જ કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ જતા સામેથી આવતા ટ્રકની સાથે અથડાઈ હતી કારમાં હતા પાંચ વ્યક્તિઓ સવાર.મૃતકમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે નો વડોદરા-ભરૂચ સેક્શન
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા-ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસ વેનું કુલ અંતર 87 કિલોમીટર છે અને તેને ત્રણ તબક્કામાં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યુ હતુ. આ એક્સપ્રેસ વેનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય આર્થિક હબ સાથે કનેક્ટિવિટી અને મુસાફરોને સરળ અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે. હવે ગુજરાતમાં આ હાઈવે પર ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે.
Source link