- હુમલામાં ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં લઈ જવાયા
- અમારા વિસ્તારમાંથી પસાર થયા તેમ કહીને બોલાચાલી કરી હતી
- કાર ચડાવી દઈ, બંદૂક બતાવી સશશ્ત્ર હુમલો કર્યાની સામસામે 23 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા બે મિત્રો રાત્રે કાર લઈને જતા હતા. ત્યારે અમારા વિસ્તારમાંથી કેમ નીકળ્યા તેમ કહી બંદુક બતાવી ધારીયા, લાકડી અને તલવાર વડે હુમલો કર્યાની 16 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે સામાપક્ષે મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દઈ મારામારીની 7 સામે ફરિયાદ નોંધાઈ છે.
દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે 2 જુથો વચ્ચે વર્ષોથી વેરના બીજ રોપાયા છે. ત્યારે તા. 25ઓગસ્ટના રોજ રાત્રે વિસ્તારમાંથી નીકળવા બાબતે ફરી મારામારી થઈ હતી. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે તળાવની પાળ પાસે 21 વર્ષીય કુલદીપસીંહ ઉપેન્દ્રસીંહ ઝાલા રહે છે. તા. 25ના રોજ તેઓ તેમના મીત્ર શ્રાવણસીંહ ભારતસીંહ ઝાલા સાથે કાર લઈને બજારમાંથી ઘર તરફ જતા હતા. ત્યારે મેતુભા કલ્યાણસીંહ ઝાલા હાથમાં બંદુક લઈને ઉભા હતા અને અન્ય શખ્સોએ કાર પર પથ્થર મારો કર્યો હતો. મેતુભાએ કારનો દરવાજો ખોલી તમોને અહીંથી નીકળવાની ના પાડી છે તેમ છતાં કેમ અમારા વિસ્તારમાંથી પસાર થયા તેમ કહીને બોલાચાલી કરી હતી. અને બંદુક બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે કુલદીપસીંહ, તેમના કાકા અનોપસીંહ અને શ્રાવણસીંહ ઉપર મેતુભા કલ્યાણસીંહ ઝાલા, જયદેવસીંહ મેતુભા ઝાલા, ઈસુભા મેતુભા ઝાલા, કિર્તીસીંહ તખુભા ઝાલા, મેઘરાજસીંહ ઉર્ફે ભાણો પૃથ્વીસીંહ ઝાલા, મહેન્દ્રસીંહ કલ્યાણસીંહ ઝાલા, રામભા મહેન્દ્રસીંહ ઝાલા, કુલદીપસીંહ મહેન્દ્રસીંહ ઝાલા, સુરૂભા મહેન્દ્રસીંહ ઝાલા, યશપાલસીંહ ઉર્ફે પેપો સીધ્ધરાજસીંહ ઝાલા, કીશનસીંહ ઉર્ફે પોપટ બળવંતસીંહ ઝાલા, જગદીશસીંહ બળવંતસીંહ ઝાલા, સંજયસીંહ કાળુભા ઝાલા, બળભદ્રસીંહ ઉર્ફે કાચીંડો ભીખુભા ઝાલા, ભાવુભા રાજુભા ઝાલા અને પુનભા ઉર્ફે મુન્નો બચુભા ઝાલાએ તલવાર, લાકડી અને ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે કાળુભા બચુભા ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તા. 25ના રોજ રાત્રે તહેવાર હોઈ પરીવારના સભ્યો ઉભા હતા. ત્યારે કુલદીપસીંહ ઝાલાએ ફુલ સ્પીડે કાર ચલાવી મારી નાંખવાના ઈરાદે ચડાવી હતી. જેમાં અન્ય લોકો ખસી ગયા હતા. પરંતુ બચુભા ઝાલાને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ કુલદીપસીંહ ઉપેન્દ્રસીંહ, શ્રવણસીંહ ભારતસીંહ, અનોપસીંહ રામભા ઝાલા, જયપાલસીંહ ઉર્ફે ભાણો, જાલમસીંહ રણધીરસીંહ, રણધીરસીંહ કુબેરસીંહ, શૈલેન્દ્રસીંહ ઝેણુભા સહિતનાઓએ અમોને રસ્તે કેમ ચાલવા દેતા નથી તેમ કહી ધારીયા, તલવાર, લાકડી, છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે 23 આરોપીઓ સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
Source link