સુરેન્દ્રનગરના થાનગઢના મોરથળા રોડ પર પિતા-પુત્રની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.વાડી વિસ્તારમાં પિતા-પુત્રની ઘાતકી હત્યા કરવામા આવી છે,અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી હથિયારોથી હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.પ્રેમ લગ્ન મુદ્દે પિતા-પુત્રની હત્યા કરાયાની આશંકા સેવાઈ રહી છે જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
પિતા-પુત્રની કરાઈ હત્યા
સુરેન્દ્રનગરના થાનગઢના મોરથળામાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે,પ્રેમ લગન્નને લઈ સામે વાળા વ્યકિતએ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે,ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે કવાયત શરૂ કરી છે,પોલીસે આસપાસના સીસીટીવી પણ લીધા છે અને પરિવારજનોને નિવેદન પણ નોંધ્યા છે.ત્યારે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને મૃતદેહનું પીએમ થાય ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામા આવશે.
ઘરમાં ઘુસીને કરાઈ હત્યા
પરિવાર સાંજના સમયે ઘરમાં બેઠો હતો તે દરમિયાન ઘરમાં તિક્ષ્ણ હથિયાર સાથે બે વ્યકિતઓ આવે છે અને પિતા-પુત્ર પર હુમલો કરી છરીના ઘા મારીને જતા રહે છે,પિતા-પુત્રને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે,પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે અને સાથે સાથે પુત્રએ જે છોકરી સાથે લગ્ન કર્યા છે તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે,મહત્વનું છે કે પોલીસને શંકા છે કે જે છોકરી સાથે લગ્ન કર્યા છે તેના પરિવારજનો દ્રારા હત્યા કરાઈ હોઈ શકે છે.
ઉચ્ચ પોલીસની ટીમ ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનાને લઈ થાનગઢ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને હત્યારાઓને ઝડપવા માટેની કામગીરી હાથધરી છે,ત્યારે આરોપીઓ સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચે છે અને કયારે ઝડપે છે તે જોવાનું રહ્યું.
Source link