એક મહાન ટેનિસ ખેલાડીએ બીજા દિગ્ગજ ખેલાડીને રિટાયરમેન્ટ ઉપર એક વિશેષ સંદેશો પાઠળ્યો છે. આ બે મહાન ખેલાડી રોજર ફેડરર અને રફેલ નાદાલ છે. રાફાના નામથી ફેમસ 22 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા નાદાલે ગયા મહિને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
હવે રોજર ફેડરરે નાદાલ માટે સોશિયલ મીડિયા ઉપર એક લેટર લખ્યો છે અને તેમાં લખ્યું છે કે હું રાફાનો મોટો સમર્થક છું. અમે ઘણું સાથે રમ્યા છીએ અને નાદાલે મને ઘણી વખત હરાવ્યો પણ છે. ફેડરરે એવો પણ ખુલાસો કર્યો હતો કે રાફાને હરાવવા માટે મેં ઘણી યુક્તિઓ અપનાવી હતી પરંતુ કોઇ કામે લાગી નહોતી. મેં મારી રમતની સાથે મારા રેકેટ પણ બદલ્યા હોવા છતાં હું નાદાલને ક્લે કોર્ટ ઉપર હરાવી શક્યો નહોતો. ચલો, ચલે, રફેલ નાદાલ. મારી પાસે ઘણી બાબતો છે જે હું ભાવુક બનું તે પહેલાં તમારી સાથે ચર્ચા કરવા માગું છું. મેં તમને હરાવ્યા છે તે કરતાં તમે મને વધારે વખત હરાવ્યો છે. તમે મને જે પડકારો ફેંક્યા છે તેવા મને કોઇ ફેંકી શક્યું નથી. જ્યારે પણ મેં ક્લે કોર્ટ ઉપર પગ મૂક્યો છે ત્યારે હું તમારા આંગણે પગ મૂકી રહ્યો છે તેવી લાગણી થઇ છે. ક્લે કોર્ટ ઉપર તમે મને વધારે મહેનત કરાવી છે. તમને હરાવવા માટે મેં મારા રેકેટના ટોચના ભાગનો આકાર પણ બદલી નાખ્યો હતો. વાળને ઠીક કરવા, પોતાનો અંડરવેર એડજેસ્ટ કરવા ઉપરાંત કોર્ટ ઉપરની તમામ સ્ટાઇલ એક ટ્રેન્ડ બની ગઇ હતી.
ફેડરરે એમ પણ જણાવ્યું હતું કે લંડનમાં 2022નો લેવર કપ, આ મારા માટે અત્યંત ગોલ્ડન મોમેન્ટ રહી હતી. મારી હરીફ તરીકે નહીં પરંતુ તમે મારા સાથી ખેલાડી તરીકે રમ્યા હતા. તે રાત્રે તમે મારી સાથે કોર્ટ ઉપર રહ્યા હતા અને મારા આંસુના પણ ભાગીદાર બન્યા હતા જે મારી કારકિર્દીના સૌથી શાનદાર પળોમાંની એક રહેશે. તમે પોતાની એપિક કારકિર્દીના અંતિમ તબક્કા ઉપર ધ્યાન આપી રહ્યા છો તેની મને ખબર છે. જ્યારે આ સમાપ્ત થશે ત્યારે આપણે વાતો કરીશું. હાલ તો હું માત્ર તમારા પરિવાર તથા ટીમને અભિનંદન આપવા માગું છું જેમણે તમારી સફળતામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે.
Source link