GUJARAT

Ahmedabad: ગોતા નજીક ખાનગી સ્કૂલ બસમાં ભીષણ આગ, બાળકોનો હેમખેમ બચાવ

અમદાવાદમાં ખાનગી સ્કૂલ બસમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોતા નજીક સ્કૂલ બસમાં પ્રચંડ આગના કારણે સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠી હતી. સ્કૂલ બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓને સલામત ઉતારી લેવાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ગોતા નજીક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી ગઈ હતી. રાહતની વાત એ રહી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. જ્યારે બાળકોના વાલીઓને બસમાં આગ લાગવાની માહિતી મળી તો તેઓ ચોંકી ગયા. તમામ બાળકોના પરિવારજનો અફરા-તફરીમાં ઘટના સ્થળે પહોંચ્યા. જ્યારે બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ત્યારે તમામ વાલીઓએ રાહતના શ્વાસ લીધા. તે બાદ તમામ વાલી પોત-પોતાના બાળકોને ઘરે લઈ ગયા. આ ઘટનાથી બાળકોની અંદર ડર બેસી ગયો છે.

બસમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર ફાયર વિભાગની ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને આગ લાગવાના કારણની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જોકે, હજુ એ ખબર પડી નથી કે બસમાં આગ કેવી રીતે લાગી. બસમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. બાળક બસમાંથી ઉતરી રહ્યા હતા. બાળકોને ઝડપથી બસમાંથી ઉતારવામાં આવ્યા. ત્યારે બસથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. હાલ આ સ્કૂલ બસમાં આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button