રાજકોટ જિલ્લાના ધોરાજીની નાની પરબડી ગામની ઘટના જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોય એવો બનાવ આવ્યો સામે વાત કરીએ ધોરાજી તાલુકાના નાની પરબડી ગામની તો નાની પરબડી થી ચોકી જવાના રસ્તો અને ફુલઝર નદી નજીક આવેલ સાગઠીયા પરિવાર ના સુરાપુરા નું મંદિર ગઈકાલે ત્યાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ભેદ ઉકેલ્યો છે.
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા હતા અને ધોરાજી તાલુકા પોલીસને જાણ કરેલ અને પોલીસ દ્વારા મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હાલ તપાસ કરતા આ મૃતદેહ વિમલભાઈ સાગઠીયા નો હોય તેવું જાણવા મળેલ અને વિમલભાઈ સાગઠીયા અનુસૂચિત જાતિના માંથી આવતા હોય એટલે અનુસૂચિત જાતિના આગેવાનો અને લોકો ધોરાજી સરકારી હોસ્પિટલમાં એકઠા થયેલ અને આ બનાવ વિશે એવી માહિતી આપી હતી કે વિમલભાઈ નું કોઈ કારણોસર મર્ડર કરવામાં આવેલ છે અને અહીં મંદિર પાસે લાશ ફેંકવામાં આવેલ છે અને જ્યાં સુધી પોલીસ દ્વારા આરોપીને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા નહીં આવે અને ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે ધરણા પ્રદર્શન અને ચકા જામ અને અલ્લાબોલ કરવામાં આવેલ અને ધોરાજી તાલુકા પોલીસ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
અને સાંજ સુધી અનુસૂચિત જાતિમાં રોષની લાગણી વ્યાપી હતી. પરિવારજનો એ પણ વિમલભાઈની હત્યા થઈ હોય તેવું જણાવેલ સાંજ પડતા ધોરાજી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવેલ અને અનુસૂચિત જાતિના આગેવાનને બધી વાત જણાવી હતી. ત્યારબાદ સમાજને સંતોષ થતા મૃતદેહ સ્વીકારવામાં આવેલ અને નાની વાવડી ગામે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી અને હાલ વિમલભાઈ સાગઠીયા ની હત્યા નો ભેદ ધોરાજી તાલુકા પોલીસ દ્વારા ખોલવામાં આવેલ અને આરોપીને ઝડપી પાડવામાં આવેલ મૃતક વિમલભાઈ સાગઠીયા નો જ ખાસ મિત્ર હોય અને આ મિત્રએ સાગઠીયાભાઈ હત્યા કરવામાં આવેલી હોય તેવું સામે આવ્યું. યુવકના માતાએ પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
ધોરાજી તાલુકા પોલીસ તપાસમાં યુવક ની ગળેટૂંપો દઈ હત્યા કરવામાં આવેલ યુવક વિમલ સાગઠીયા ની તેમનાજ સગીર કિશોર મિત્ર દ્વારા પ્લાસ્ટિક ની દોરી થી ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવેલ આરોપી કાયદા ના સંઘર્ષ રહેલ કિશોર હોઈ તેમને તેમના મિત્ર વિમલ સાગઠીયા સાથે કેફી પીણું પિતા હતા તે બાબતે માથાકૂટ થતા યુવક ની કરી હતી હત્યા ધોરાજી તાલુકા પોલીસે મૃતક વિમલ સાગઠીયા ની હત્યા કરનાર તેમના કિશોર મિત્ર ની ઘરપકડ કરી કાયદાકીય તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટનામાં મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી હોય અને હવે આ બાબતે મિત્રતા કેળવવી હોય કે બનાવી હોય તો હવે વિચારવું જોઈએ તેઓ માહોલ થઈ ગયો છે. પરિવારજનો બાદ જો કોઈ પણ વિશ્વાસુ અને લાગણીશીલ સંબંધ હોય તો મિત્ર છે અને મિત્ર અને મિત્ર એક વિશ્વાસ કેળવી અને સબંધ બાંધ્યો હોય છે પણ મિત્ર કેવો નીકળશે અને આમ મિત્ર દયાખોર નીકળશે તેવી આશા પણ ન હોય ધોરાજી તાલુકાના ગામની ઘટના ના મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા હવે મિત્ર પણ વિશ્વાસ કે સંબંધ રાખો કે ના રાખવો એ પણ એક પ્રશ્ન છે.
Source link