સિવિલ હોસ્પિટલ માં કોઇ કારણસર 30% દાઝી ગયેલ દર્દીની બળી ગયેલ ચામડીની જગ્યાએ પડેલ ઘા રૂઝાવવા માટે ચામડી લગાવવાની જરૂરી હોઈ સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટીક સર્જરી વિભાગ ના ડોક્ટરો દ્વારા દર્દીને સ્કિન ગ્રાફ્ટીંગ માટે ઓપરેશન કરવાનું નક્કી કરવામા આવ્યું હતુ.
દર્દીના શરીરમાંથી ઘા ઉપર લગાવવા માટે પૂરતી ચામડી ન હોઈ 50% ભાગ ઉપર દર્દીની પોતાની ચામડી અને બાકીના ઘા ઉપર સ્કિન બેંકમાં ડોનેશનમાં મળેલ ચામડી ધ્વારા સંપૂર્ણ ઘા કવર કરવામાં આવ્યું . હાલમાં દર્દીના પોતાના શરીર ઉપરથી લીધેલ ચામડીની જગ્યાએ રૂઝ આવતા થોડા સમય બાદ તે જ જગ્યાએથી ફરીથી ચામડીનું પડ લઈ ફરીથી સ્ક્રિન ગ્રાફ્ટીંગ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટીક સર્જરી વિભાગ ના વડા ડૉ. જયેશ સચદેના જણાવ્યા અનુસાર જો બાકીનો ઘા કવર કરવામાં ન આવે તો તેમાં ઈન્ફેક્શન લાગવાના તેમજ તેમાંથી પ્લાઝમા નીકળી જઈ દર્દીના શરીરમાં પ્રોટીનની ઉણપ તેમજ બીજા કોમ્પ્લીકેશન થવાની પણ શક્યતા રહેતી હોય છે. સ્કિન ગ્રાફ્ટીંગ બાદ હાલમાં દર્દીની તબિયત સુધારા ઉપર છે. દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કિન ડ્રેસિંગ તરીકે કામ કરે છે. આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવા નો સમય મળી રહે છે. આ સાથે સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડૉ.. રાકેશ જોશીએ દાઝેલા વ્યક્તિઓ માં મ્રુત્યુદર ઘટાડવા વધુમાંવધુ લોકો સ્કિન દાન કરે તેવી લોકો ને અપીલ કરી હતી.
Source link