વિવિધ કારણોથી ભારતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેથી હવે નિકાસના આંકડા વધારવા અને આ અંગેના કામકાજમાં ગતિ લાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
રેડ સી કટોકટી અને કન્ટેનરની અછતને કારણે ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં થયેલા તીવ્ર ઘટાડાથી ચિંતિત સરકાર હવે આ દિશામાં ઉકેલ શોધવા શકય તમામ પ્રયાસો કરી રહી છે. જે હેઠળ સરકારે કન્ટેનરની સપ્લાય વધારવા અને નિકાસકારોને ટેકો આપવાનો વ્યૂહ બનાવ્યો છે. આ અંગે ગુરુવારે કેન્દ્રીય વેપાર મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સરકારી માલિકની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસસીઆઈ) એક મોટા કન્ટેનર જહાજનું સંચાલન શરૂ કરશે અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કોનકોર) દ્વારા ખાલી કન્ટેનરના લોડિંગ તથા હેન્ડલિંગ ખર્ચને ઘટાડવા ઉપરાંત પાંચ વધારાના સેકન્ડ હેન્ડ કન્ટેનર જહાજો ખરીદશે. જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ)માં એક સાથે કન્ટેનર સ્કેનિંગ પણ શરૂ કરવામાં આવશે, જેથી ઝડપી રીતે મંજૂરી મળી શકે અને ટર્નએરાઉન્ડ સમયમાં ઘટાડો કરી શકાય.
સરકારને આશા છે કે, ગુરુવારની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયને પરિણામે શિપિંગ કોસ્ટમાં ઘટાડો થશે, ખાલી કન્ટેનરની ઉપલબ્ધતામાં સુધારો કરી શકાશે અને નિકાસ કન્સાઈન્ટમેન્ટ્સને ઝડપથી ખાલી કરવામાં આવશે
Source link