બિઝનેસ

FMCG Company : શેમ્પૂ 55, સાબુ 8, કોફી 30 રૂપિયા સસ્તી… GST ઘટાડા બાદ કંપનીની મોટી જાહેરાત

GST ઘટાડાની અસર હવે દેખાઈ રહી છે. ઓટો કંપનીઓ પછી, હવે FMCG કંપનીઓએ પણ તેમના ઉત્પાદનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. દેશની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) એ તેના લોકપ્રિય ઉત્પાદનો – ડબ શેમ્પૂ, લાઇફબોય સાબુ, હોર્લિક્સ, કોફી અને અન્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

ઉત્પાદનોની કિંમતમાં ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળશે

ગ્રાહકોને આ ઉત્પાદનોની કિંમતમાં ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળશે, જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારા લાગુ થશે. એક અખબારને આપેલી જાહેરાતમાં, કંપનીએ ઘણા ઉત્પાદનો પર GST દર ઘટાડ્યા પછી નવા દરો જાહેર કર્યા છે

કંપનીએ કહ્યું છે કે નવી કિંમત સાથે ઉત્પાદનોનો સ્ટોક ટૂંક સમયમાં બજારમાં પહોંચશે. ચાલો જોઈએ કે કંપનીએ કઈ વસ્તુઓ પર કેટલો ભાવ ઘટાડો કર્યો છે.

કઈ વસ્તુઓ પર દર કેટલા ઘટ્યા?

1. 340 મિલી ડવ શેમ્પૂની બોટલ 490 રૂપિયાથી ઘટાડીને 435 રૂપિયા કરવામાં આવશે.

2. 200 ગ્રામ જાર માટે હોર્લિકસની કિંમત 130 રૂપિયાથી ઘટીને 110 રૂપિયા થશે.

. 200 ગ્રામ કિસાન જામ હવે 90 રૂપિયાથી ઘટાડીને 80 રૂપિયામાં મળશે.

4. 75 ગ્રામ લાઈફબોય સાબુનો ભાવ હવે 60 રૂપિયા થશે, જે પહેલા 68 રૂપિયા હતો.

5. ક્લિનિક પ્લસ 355ml શેમ્પૂ 393 રૂપિયાથી ઘટાડીને 340 રૂપિયા કરવામાં આવશે.

6. સનસિલ્ક બ્લેક સાઇન શેમ્પૂ 350 મિલીની કિંમત 430 રૂપિયાથી ઘટાડીને 370 રૂપિયા કરવામાં આવશે.

7. ડવ સીરમ 75 ગ્રામની કિંમત 45 રૂપિયાથી ઘટીને હવે 40 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

8. લાઇફબોય સાબુ (75 ગ્રામ X 4) હવે 68 રૂપિયાથી ઘટાડીને 60 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

9. લક્સ સાબુ (75 ગ્રામ X 4) 96 રૂપિયાથી ઘટાડીને 85 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

10. ક્લોઝઅપ ટૂથપેસ્ટ (150 ગ્રામ) હવે 145 રૂપિયાથી ઘટાડીને 127 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

11. લેકમે 9 થી 5PM કોમ્પેકટ 9g ની કિંમત 675 રૂપિયાથી ઘટીને 599 રૂપિયા છે.

12. કિસાન કેચઅપ (850 ગ્રામ) 100 રૂપિયાથી ઘટાડીને 93 રૂપિયા કરવામાં આવશે.

13. હોર્લિકસ વુમન 400 ગ્રામની કિંમત 320 રૂપિયાથી ઘટાડીને 284 રૂપિયા કરવામાં આવી છે.

14. બ્રુ કોફી 75 ગ્રામની કિંમત 300 રૂપિયાથી ઘટાડીને 270 રૂપિયા કરવામાં આવી છે.

15. નોર ટોમેટો સૂપ 67 ગ્રામની કિંમત 65 રૂપિયાથી ઘટાડીને 55 રૂપિયા કરવામાં આવી છે.

16. હેલમેન રિયલ મેયોનેઝ 250 ગ્રામની કિંમત 99 રૂપિયાથી ઘટાડીને 90 રૂપિયા કરવામાં આવી છે.

17. બૂસ્ટ 200 ગ્રામ 124 રૂપિયાથી ઘટાડીને હવે 110 રૂપિયા કરવામાં આવ્યું છે.

GSTમાં ફક્ત બે સ્લેબ

GST કાઉન્સિલની બેઠક બાદ, નાણામંત્રી નિર્મલા સીતારમણે GSTમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હાલમાં GST હેઠળ 4 સ્લેબ 5%, 12%, 18% અને 28% છે, જે 22 સપ્ટેમ્બરથી ફક્ત બે સ્લેબ 5% અને 18% કરવામાં આવ્યા છે.

આ મોટા ફેરફાર પછી, ખાદ્યપદાર્થોથી લઈને શેમ્પૂ, ટૂથપેસ્ટ સુધીની તમામ આવશ્યક વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થવાનો છે, જેનો લાભ સીધો ગ્રાહકોને મળશે. આને ધ્યાનમાં રાખીને, HULએ ઉત્પાદનોના દરમાં પણ મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button