મ્યુનિ.ના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા તા. 20 ઓક્ટોબરથી તા. 9 નવેમ્બર, 2024 દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરાયેલ ચેકિંગ ઝૂંબેશ દરમિયાન શંકાસ્પદ 134 ફુડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
નવરાત્રિ, દશેરા- દિવાળીના તહેવારોના સમયગાળા દરમિયાન ફુડ વિભાગ દ્વારા 761 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 291 એકમોને નોટિસ આપવામાં આવી છે તેમજ 708 કિલો અને 465 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો છે અને રૂ. 1 લાખ, 76 હજારનો દંડ વસૂલ કરાયો છે. AMC હેલ્થ- ફુડ વિભાગમાં નહીં નોંધાયેલ 1,639 એકમો પાસેથી રૂ. 16 લાખ, 43 હજારની લાયસન્સ/ રજિસ્ટ્રેશન ફી વસૂલ કરવામાં આવી છે. AMC ફુડ વિભાગ દ્વારા મિઠાઈના 44, દૂધ અને દૂધની બનાવટોના 19, નમકીનના 5, મુખવાસના 8, બેકરી પ્રોડક્ટ્સના 13, બેસન અને મેંદાના 16, ખાદ્ય તેલના 4, મસાલાના 6 તથા અન્ય 29 સહિતકુલ 134 સેમ્પલ લઈને ચકાસણી માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ફુડ વિભાગ દ્વારા હોટલ, ખાણી પીણીના એકમો, પાણી પુરીની લારી અને ખુમચા, વગેરે સ્થળે સઘન ચેકિંગ કરાશે.
Source link