ફૂટબોલ જગતમાં છેલ્લા બે દશકાથી આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચે સતત હરીફાઇ થઇ રહી છે. બંને ઇન્ટરનેશનલ તથા પ્રોફેશનલ ફૂટબોલમાં એકબીજાનો રેકોર્ડ બ્રેક કરતા આવ્યા છે. મેસ્સીએ વધુ એક વખત ગોલની હેટ્રિક નોંધાવીને રોનાલ્ડોના રેકોર્ડની બરોબરી કરી છે.
ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મુકાબલામાં આર્જેન્ટિનાએ બોલિવિયાને 6-0થી પરાજય આપ્યો હતો. 37 વર્ષીય મેસ્સીએ 19મી, 84મી તથા 86મી મિનિટે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાના અન્ય ત્રણમાંથી બે ગોલમાં મેસ્સીએ સાથી ખેલાડીને બોલ પાસિંગમાં આસિસ્ટ કર્યું હતું.
ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સર્વાધિક ગોલ હેટ્રિકના મામલે રોનાલ્ડો અને મેસ્સી બાદ સ્વીડનનો સેવેન રિડેલ નવ હેટ્રિક સાથે ત્રીજા, ઇરાનનો અલી દેઇ આઠ હ્રેટિક સાથે ચોથા તથા બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલે સાત હેટ્રિક સાથે પાંચમા ક્રમે છે. મેસ્સીના નામે હવે કારકિર્દીમાં 846 ગોલ નોંધાયેલા છે. કોનેમબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર ટેબલમાં આર્જેન્ટિના 10 મેચમાં 22 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. કોલંબિયાના 19, ઉરુગ્વેના 16 તથા બ્રાઝિલના 16 પોઇન્ટ છે.
Source link