લામિલ યમાલે 10 મિનિટથી પણ ઓછા સમયમાં બે ગોલ નોંધાવીને સ્પેનની ફૂટબોલ લીગ લા લીગામાં બાર્સેલોનાને સતત પાંચમો વિજય અપાવ્યો હતો. આ સાથે બાર્સેલોનાએ લીગની પ્રથમ મેચ જીતવાની પરંપરાને જાળવી રાખી હતી.
બાર્સેલોનાએ ગિરોનાને 4-1થી પરાજય આપ્યો હતો. લામિન યમાલે 30મી તથા 37મી, ડાની ઓલ્મોએ 47મી તથા પેડ્રીએ 64મી મિનિટે ગોલ કર્યો હતો. બાર્સેલોનાના ફેરાન ટોરેસને 86મી મિનિટે રેડ કાર્ડ મળ્યું હતું. ગિરોના માટે ક્રિસ્ટિયન સ્તુઆનીએ 80મી મિનિટે ગોલ કરીને પરાજયનું અંતર ઓછું કર્યું હતું. બાર્સેલોના પાંચ મેચમાં કુલ 15 પોઇન્ટ મેળવીને ટોચના સ્થાને છે. એટ્લેટિકો મેડ્રિડ પાંચ મેચમાં ત્રણ વિજય સાથે 11 પોઇન્ટ મેળવીને બીજા ક્રમે છે. રિયલ મેડ્રિડ પણ 11 પોઇન્ટ ધરાવે પણ પણ ગોલના ડિફરન્સના કારણે તે ત્રીજા ક્રમે છે. છેલ્લી સિઝનમાં ત્રીજા ક્રમે રહેલી ગિરોનાએ બાર્સેલોના સામે પોતાની બંને લીગ ગેમ્સ જીતી હતી. એટ્લેટિકો મેડ્રિડે એન્ટોની ગ્રીઝમાન તથા યુવા ડેબ્યૂટન્ટ જુલિયન અલ્વારેઝ અને કોન ગેલાઘરના ગોલ વડે છેલ્લા ક્રમે રહેલી વેલેન્સિયાને 3-0થી પરાજય આપ્યો હતો. રિયલ મેડ્રિડે કિલિયન મબાપે તથા વિનિસિયસ જુનિયરના ગોલ વડે રિયલ સોસિદાદ સામે 2-0થી વિજય હાંસલ કર્યો હતો.
Source link