ઇટાલીએ પ્રારંભિક ગણતરીની સેકન્ડોમાં જ પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને યુઈએફએ નેશન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ફ્રાન્સને 3-1થી હરાવ્યું હતું.
ફ્રાન્સના બ્રેડલી બારકોલાએ મેચ શરૂ થતાની સાથે 13ની સેકન્ડે ધમાકેદાર ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી.આ ફ્રાન્સના કોઈ ખેલાડી તરફથી નોંધાયેલો ફાસ્ટેસ્ટ ગોલ રહ્યો છે. પાર્ક ડેસ પ્રિન્સેસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પ્રથમ પાંચ મિનિટ બાદ ઇટાલીની ટીમે રમત ઉપર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું હતું. ઇટાલિયન ખેલાડી ફેડરિકો ડિમાર્કોએ 30મી, ડેવિડે ફ્રાટેસીએ 51મી તથા જિયાકોમો રાસ્પાડોરીએ 74મી મિનિટે ગોલ કર્યા હતા.
ઇટાલીની ટીમ વિજય સાથે ગ્રૂપ એ-2માં બેલ્જિયમ સાથે મોખરાના સ્થાને છે. બેલ્જિયમની ટીમે ઇઝરાયેલને પણ 3-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ઇટાલી આગામી સોમવારે બુડાપેસ્ટ ખાતે ઇઝરાયેલ સામે રમશે. બેલ્જિયમની ટીમ માટે કેવિડ ડી બ્રૂએને 21મી તથા બાવનમી મિનિટે મળેલી પેલન્ટી ઉપર તથા યોયૂરી ટેલેમાન્સે 48મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. બેલ્જિયમના તિમોથી કાસ્ટાગ્નેએ 36મી મિનિટે આત્મઘાતી ગોલ કરતા ઇઝરાયેલના ખાતામાં એક ગોલ નોંધાયો હતો.
Source link