અનેક ચઢાવઉતાર બાદ સેન્ટ જોન્સ પાર્ક ખાતે રમાયેલી ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચમાં લિવરપૂલ અને ન્યૂ કાસલ યુનાઇટેડનો મુકાબલો 3-3થી ડ્રો રહ્યો હતો. આ સાથે લિવરપૂલની ટીમ સતત આઠમી મેચમાં વિજયથી વંચિત રહ્યું છે. ગોલકીપર કોઓમિન કેલહરે 90મી મિનિટે બ્લન્ડર કરતાં લિવરપૂલ વિજયથી દૂર રહ્યું હતું.
મોહમ્મદ સાલાહે બીજા હાફમાં બે ગોલ કરીને વર્તમાન સિઝનમાં પોતાના ગોલની સંખ્યા 15ની કરી હતી. ઇજિપ્તના સ્ટારે સાથી ખેલાડી ટ્રેન્ટ એલેકાઝાન્ડરના બે આસિસ્ટ પાસિંગમાં બંને ગોલ નોંધાવ્યા હતા. એલેકઝાન્ડર ઇસાકે 35મી મિનિટે ગોલ કરીને ન્યૂ કાસલને 1-0ની લીડ અપાવી હતી. કર્ટિસ જોન્સે 50મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. સાલાહે 68મી તથા83મી મિનિટે ગોલ કર્યા હતા. ન્યૂ કાસલ માટે એન્થોની ગોર્ડને 62મી મિનિટે ફેબિયન સાહરે 90મી મિનિટે ગોલ કરીને ન્યૂ કાસલ માટે મેચ ડ્રો થાય તે સુનિશ્ચિત કર્યું હતું. લિવરપૂલ 14 મેચમાં 35 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. તેની અને ચેલ્સી વચ્ચે હવે સાત પોઇન્ટનો ફરક પડી ગયો છે. ચેલ્સી 28 પોઇન્ટ સાથે બીજા અને આર્સનલ 28 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
Source link