પ્રીમિયર લીગમાં અહીંના જી-ટેક કોમ્યુનિટી સ્ટેડિયમ ખાતે રમાયેલા મુકાબલામાં ડાર્વિન નુનેઝના સ્ટોપેજ-ટાઇમ ગોલની મદદથી લિવરપૂલે બ્રેન્ટફોર્ડ સામે 2-0થી વિજય મેળવ્યો છે. બીજી તરફ આર્સેનલ અને એસ્ટોન વિલા વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો. બ્રેન્ટફોર્ડ સામે 2-0થી જીત સાથે લિવરપૂલે આર્સેનલ પર પ્રીમિયર લીગની લીડને 6 પોઇન્ટ સુધી લંબાવી છે.
બેન્ચમાંથી બહાર આવેલા નુનેઝે નવેમ્બર પછીનો તેનો પ્રથમ પ્રીમિયર લીગ ગોલ કર્યો હતો. ઉરુગ્વેના સ્ટ્રાઈકરે હાર્વે ઇલિયટ અને ટ્રેન્ટ એલેક્ઝાન્ડર-આર્નોલ્ડ વચ્ચેનો 1-2નો મુકાબલો પૂર્ણ કરતા ઇલિયટની મદદથી બીજો ગોલ કર્યો હતો. લિવરપૂલની આર્સેનલ સામે એક મેચ બાકી છે. જોકે બ્રેન્ટફોર્ડ સામે લિવરપૂલની જીત બાદ આર્સેનલ પ્રીમિયર લીગ ટાઇટલની રેસમાંથી નીકળી ગયું છે. દરમિયાન, બોર્નમાઉથે ન્યૂકેસલ સામે 4-1થી જીત મેળવી હતી. બોર્નમાઉથ તરફથી જસ્ટિન ક્લુઇવર્ટે હેટ્રિક નોંધાવી હતી. તેણે ફિનિશિંગ સ્કિલ દર્શાવતા ત્રણેય ગોલ ઓપન પ્લેમાંથી કર્યા હતા. મિલોસ કેર્કેઝે સ્ટોપેજ ટાઇમમાં બોર્નમાઉથ તરફથી ચોથો ગોલ નોંધાવ્યો હતો. બીજી તરફ લિસેસ્ટર સિટીની મુશ્કેલીઓ જારી રહી કારણ કે તે ફુલહામ સામે ઘરઆંગણે 2-0થી હારી ગઇ હતી. આ તેની સતત સાતમી પ્રીમિયર લીગ હાર હતી. ક્રિસ્ટલ પેલેસ ચાર ગેમમાં ત્રીજી જીત મેળવીને 12મા સ્થાને છે.
Source link