SPORTS

Football: રોનાલ્ડોએ કેરિયરનો 906મો ગોલ ફટકારી પોર્ટુગલની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાનો રેકોર્ડ 133મો આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારીને પોર્ટુગલને નેશન્સ લીગ ફુટબોલ ટૂર્નામેન્ટમાં પોલેન્ડ પર 3-1થી જીત અપાવવામાં મદદ કરી હતી. જ્યારે એક અન્ય મેચમાં સ્પેનએ ડેનમાર્કને 1-0થી પરાજય આપ્યો હતો.

રોનાલ્ડેએ મેચની 37મી મિનિટમાં રાફેલ લેઓનો શૉટ પોસ્ટ સાથે અથડાઇને પરત ફર્યા બાદ રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. તે પહેલા બર્નાર્ડો સિલ્વાએ મેચની 26મી મિનિટમાં પોર્ટુગલ તરફથી પહેલો ગોલ કર્યો હતો. રોનાલ્ડોની કેરિયરનો 906મો ગોલ હતો. રોનાલ્ડોએ આ વર્ષની શરૂઆતમાં યુરોપિયન ચેમ્પિયનશિપમાં પોર્ટુગલ તરફથી પાંચ મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહોતો. પરંતુ નેશન્સ લીગમાં તે હજુ સુધીમાં ત્રણ મેચ રમ્યો છે જેમાં ત્રણેયમાં તેણે ગોલ કર્યો છે. તેમાં ક્રોએશિયા સામે કરેલો ગોલ સામેલ છે, જે રોનાલ્ડોની કેરિયરનો 900મો ગોલ હતો. મેચમાં પોલેન્ડ તરપથી એકમાત્ર ગોલ મિડફિલ્ડર પિયોત્ર જિલિન્સ્કીએ મેચની 78મી મિનિટમાં કર્યો હતો પરંતુ ડિફેન્ડર જાન બેડનારેકે રમત સમાપ્ત થવાના બે મિનિટ પહેલા આત્મઘાતી હોલ કરીને પોર્ટુગલની જીત સુનિશ્ચિત કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button