GUJARAT

Bullet trainનો ટ્રેક બનાવવા દેશમાં પહેલીવાર જાપાનની શિંકનસેન ટેક્નોલોજીનો ગુજરાતમાં ઉપયોગ થશે

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (NHSRCL) દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ગુજરાતમાં સુરત અને આણંદ શહેરો નજીક ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી 200 મીટર લાંબી પેનલ્સ બનાવવા માટે પુલ ઉપર પાટાના ફ્લેશ-બટ વેલ્ડીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાની શિંકનસેન ટ્રેક સિસ્ટમ પર આધારિત જે-સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે. ભારતમાં પ્રથમ વખત આ સિસ્ટમનો ઉપયોગ કરાશે તેમ NHSRCLએ જણાવ્યું હતું.

NHSRCLએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 35,000 ટનથી વધુ રેલ અને ટ્રેક બાંધકામ મશીનરીના ચાર સેટ મળ્યા છે. ટ્રેક ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા અત્યાધુનિક મશીનરી સાથે મિકેનાઈઝ્ડ છે, જે જાપાનીઝ સ્પેસિફ્કિેશન્સ અનુસાર ડિઝાઈન અને ઉત્પાદિત છે. શિંકનસેન ટ્રેક બાંધકામની પદ્ધતિને સમજવા, ભારતીય ઇજનેરો, કારીગરો અને ટેકનિશિયનો માટે તાલીમ અને પ્રમાણપત્ર કોર્સનું આયોજન કરાયું હતું. 25 મીટર લાંબી 60 કિલોની JIS રેલને ફ્લેશ-બટ વેલ્ડિંગ મશીન (FBWM)નો ઉપયોગ કરીને પુલના TCB (ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ) પર 200 મીટર પેનલ્સ બનાવવા વેલ્ડિંગ કરાય છે.

શું છે શિંકનસેન ટેક્નોલોજી?: બુલેટ ટ્રેનમાં ઝડપ અને મુસાફ્રોની સુવિધા તેમજ સલામતી માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે જેને શિંકનસેન ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેક પરના બ્રિજ અને તેના ઉપર રેલવેના પાટા પાથરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button