શંખેશ્વર સમી હાઈવે પર ઈનોવા કારમાંથી એસએમસીની ટીમે વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ કુલ પાંચ સામે ગુનો નોંધ્યો હતો. શંખેશ્વર સમી હાઈવે ઉપર એસએમસીની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે સમયે સમી તરફ્થી આવતી અને દસાડા તરફ્ જતી એક ઈનોવા કાર શંકાસ્પદ જણાતાં સ્ટાફની ટીમે તેને ઉભી રખાવા ઈશારો કર્યો હતો. તો ચાલકે પૂરપાટ ગતિએ ગાડી ભગાવી મુકી હતી. તેથી પોલીસે તુરત જ ઈનોવા કારનો પીછો કરીને શંખેશ્વર હાઈવે ઉપર 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ સામે ઝડપી પાડી હતી. તેમજ પોલીસે વાહનમાં તપાસ કરતા રૂ. 1,92,620ની કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક મસારામ ભાખારામ જંગુ બિશન્નોઈ રહે. ધોરી, જિ. બાડમેર, રાજસ્થાનવાળાને કુલ રૂ. 11,93,130ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જેલ હવાલે કર્યો હતો. વિદેશી દારુની હેરાફેરીના મામલે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં ચાર શખ્સોને ગુનામાં વોન્ટેડ જાહેર કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Source link