NATIONAL

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય ચરણ વાઘમારે એનસીપીમાં જોડાયા

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ચરણ વાઘમારે શરદ પવારની એનસીપીમાં જોડાઈ ગયા છે. તેમને પોતાના પક્ષમાં લીધા બાદ શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર તેના કાર્યકર્તાઓની અવગણના કરવાનો અને જૂના કાર્યકરોનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપ પોતાના જૂના કાર્યકરોને સન્માન નથી આપી રહ્યું

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈપણ સમયે મતદાનની તારીખો જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન એનસીપી અધ્યક્ષ શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  તેમણે કહ્યું કે, ભાજપ પોતાના જૂના કાર્યકરોને સન્માન નથી આપી રહ્યું.

ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બે-ત્રણ દિવસમાં કરવામાં આવશે

ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ચરણ વાઘમારેને પોતાના પક્ષમાં સામેલ કર્યા પછી, શરદ પવારે પાર્ટી કાર્યાલયમાં જણાવ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બે થી ત્રણ દિવસમાં કરવામાં આવશે અને પાર્ટીમાં સામેલ કરાયેલા પ્રતિભાશાળી કાર્યકરો મહા વિકાસ અઘાડી (MVA)ના હશે. 

શરદ પવારે દાવો કર્યો હતો કે, ભાજપના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તેના વફાદાર જૂના કાર્યકરોને યોગ્ય સન્માન આપી રહી નથી. તેમણે કહ્યું કે, ભાજપના એક નેતાએ મને કહ્યું છે કે, મારી પાર્ટીમાં જોડાનારા 80 ટકા નેતાઓ ભગવા પાર્ટીના છે કારણ કે હું જૂની શાળાનો છું, જ્યાં સંગઠન અને કેડર સૌથી વધુ મહત્વ ધરાવે છે.

તમામ પક્ષો તૈયારી કરી લીધી 

શરદ પવારે આરોપ લગાવ્યો કે ભાજપે તેના કાર્યકરોની અવગણના કરી છે, જેમણે જનસંઘના સમયથી સંગઠનને મજબૂત કરવા સખત મહેનત કરી છે. તેમણે વધુમાં કહ્યું ,કે તેમની પાર્ટી ખેડૂતો, યુવા કલ્યાણ અને સામાજિક સમરસતા માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે. આગામી મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. MVA ગઠબંધનમાં કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP)નો સમાવેશ થાય છે. ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારી કરી લીધી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button