GUJARAT

હાટકેશ્વર બ્રિજમાં સસ્પેન્ડેડ એએમસી ઈજનેરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

હાટકેશ્વર જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રીજ તેમજ એ.એમ.ટી.એસ. ટર્મિનલ બનાવવાના કામમાં થયેલા ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ થયેલા એએમસીના ડેપ્યુટી સીટી ઇજનેર મનોજકુમાર જયંતીલાલ સોલંકીએ ફરજ દરમ્યાન 171.73 ટકાની અપ્રમાણસર મિલકતો એસીબીએ ધરપકડ કરી હતી.

એએમસીના ડેપ્યુટી સીટી ઇજનેર મનોજકુમાર જયંતીલાલ સોલંકીને સેશન્સ કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. આરોપી મનોજકુમાર સોલંકીએ હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવક રૂ.1,74,31,883ની સામે રૂ.2,99,36,580ની અપ્રમાણસર મિલકતો વસાવેલી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચેક પિરીયડ સમયગાળા દરમ્યાન સવા બે કરોડ રોકડમાં જમા કરી હતી. મનોજ સોલંકીએ કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવ્યા છે. ખાસ સરકારી વકીલ વર્ષા રાવએ પાંચ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ આ નાણાંનો પોતાના તેમજ પોતાના આશ્રિાતોના નામે સ્થાવર/જંગમ મિલકત, લિક્વિડિટીમાં રોકાણ કર્યા હોઈ તેની તપાસ કરવાની છે. આરોપીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી (જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેંક એકાઉન્ટ, બેંક લોકર વિગેરેની તપાસ કરવાની છે.ત્યારબાદ કોર્ટે આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button