ગાંધીનગર આરટીઓમાં છેલ્લા 18 દિવસથી ટુ વ્હીલર ટેસ્ટ ટ્રેક બંધ હાલતમાં છે. ત્યારે વાયરિંગ સહિતની કામગીરી માટે આજે ફોર વ્હીલર ટેસ્ટ પણ બંધ રાખવામાં આવ્યા હતા. ટેસ્ટ માટે લેવાયેલી એપોઈન્ટમેન્ટ રિસિડયુઅલ કરી દેવાઈ છે.
પાટનગર ગાંધીનગરમાં AI વિડિયો કેમેરા બેઝ ટ્રેક સિસ્ટમ લગાવવાની વાતો લાંબા સમયથી ચાલી રહી છે. જોકે આ દિશામાં કોઈ નક્કર કામગીરી આગળ વધી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની સામે હાલની વર્ષો જુની ટ્રેક સિસ્ટમ ગમે ત્યારે ખોટકાય જાય છે. ગયા વર્ષે સેન્સરની ખામીને પગલે ટ્રેક 20 દિવસ બંધ રહ્યો હતો. ત્યારે હવે છેલ્લા 18 દિવસથી ટુ વ્હીલરનો ટ્રેક બંધ હાલતમાં છે. જેના વાયરિંગ સહિતની આખી સિસ્ટમ બદવવા માટે ગુરુવારે કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીને લઈને ફોર વ્હીલરનો ટ્રેક પણ બંધ રાખવામાં આવ્યો હતો.
જેની જાણ કરતાં કાગળ કચેરીમાં ચારેબાજુ લગાવી દેવાયા હતા. ફોર વ્હીલર ટેસ્ટ માટે લેવાયેલી એપોઈન્ટમેન્ટ રિસિડયુઅલ કરી દેવાઈ છે. બીજી તરફ 18 દિવસથી ટુ વ્હીલર ટ્રેક બંધ હાલતમાં હોવાથી અરજદારો એપોઈન્ટમેન્ટ જ લેતા ન હોવાનું કહેવાય છે. છતાં શરૂઆતના દિવસો સહિતનું ટુ વ્હીલર ટેસ્ટ માટે 1200થી વધારે વેઈટિંગ હોવાનું અનુમાન છે. બંને ટ્રેકના વાયરિંગ સહિતની કામગીરી ગુરુવારે બપોર પછી શરૂ કરી દેવાઈ હતી. જેને પગલે હવે ટેસ્ટ ટ્રેક શરૂ થવાની આશા બંધાઈ છે. થોડા દિવસ પહેલાં ટ્રેકની કામગીરી કરવાના પ્રયત્નો વચ્ચે વરસાદનું વિઘ્ન નડયું હતું.
Source link