ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

Virar Building Collapse: કેક કાપ્યાના પાંચ મિનિટમાં જ ઇમારત ધરાશાયી, 15 લોકોના મોત

મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે,

પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક પોલીસ દિવસ-રાત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.

કેક કાપ્યાના માત્ર પાંચ મિનિટ પછી ઇમારત ધરાશાયી

આ અકસ્માત એવા સમયે થયો જ્યારે વિરાર (પૂર્વ)ના વિજય નગરમાં જોયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પહેલા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. પરિવારે ઘરને સજાવ્યું, કેક કાપી અને ખુશીના ક્ષણોને ફોટામાં કેદ કર્યા.

તેમણે આ ફોટા તેમના સંબંધીઓને પણ મોકલ્યા. પરંતુ, કેક કાપ્યાના માત્ર પાંચ મિનિટ પછી, રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ નજીકની ચાલી પર તૂટી પડ્યો, જેના કારણે ખુશીનો માહોલ શોકમાં પરિણમ્યો.

આ અકસ્માતમાં માસૂમ ઉત્કર્ષ અને તેની માતા આરોહી જોયલનું મૃત્યુ થયું, જ્યારે પિતા ઓમકાર જોયલનો હજુ કાટમાળમાં ગુમ છે.

સ્થાનિક લોકોએ બચાવ્યો 7 લોકોનો જીવ

અકસ્માત બાદ NDRF ટીમ આવે તે પહેલાં જ સ્થાનિક નાગરિકોએ હિંમત બતાવી અને કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં.

જેમાંથી કેટલાકને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્તોને વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button