GUJARAT

Morbi: ધંધો-રોજગાર સારો નહીં ચાલતા વિધિ કરવાના બહાને 3.30 લાખની છેતરપિંડી

મોરબીમાં વિધિ કરવાના બહાને 3.30 લાખની છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મોરબીનાં શનાળા ગામે ધંધો સારો ના ચાલતા વેપારી અંધશ્રદ્ધા તરફ ઠગાઇનો ભોગ બન્યો છે. ધંધો રોજગાર સારો નહીં ચાલતા વિધિ કરાવવાના નામે 3 લાખ 30 હજારની છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે. આરોપીએ સોનાની ચેઇન, સોનાનાં કાપ, સોનાની બુટી તેમજ રોકડા 50 હજારની છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું હતો સમગ્ર મામલો?

મોરબીના શકત શનાળામાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા ભરત સનારીયાનો ધંધો બરાબર ચાલતો ન હતો અને ઘરમાં અવાર નવાર બીમારી રહતી હોય, જે બાબત ભરતના પિતાએ નીલેશગીરીને કહેલ હતી. ત્યારે નીલેશગીરીએ ધાર્મિક વિધિ કરાવી પડશે તેવું કહેતા ભરતના પિતાએ ઘરમાં ધાર્મિક વિધિ માટે હા પડેલ હતી. જે બાદ બીજા દિવસે સવારના સમયે નીલેશગીરી ઉર્ફે નવીનગીરી ગોસાઈ તેના ઘરે આવેલ અને ધાર્મિક વિધિ કરવા માટે નીલેશગીરીએ સોનાની ચેઇન, સોનાનાં કાપ, સોનાની બુટી તેમજ રોકડા 50 હજારની માંગ કરી હતી.

જેથી ઘરમાં શાંતિ અને કોઈ બીમારી નહિ થાય તેવું કહી ભરતના સોનાના દાગીના નીલેશગીરી પાસે રહેલ કપડામાં બાંધીને એક રૂમમાં વિધિ કરવાના બહાને જઈ અને ત્યાંથી બહાર નીકળીને ભરતભાઈ ને જણાવ્યું કે, આ કપડામાં બાંધી પોતાની પાસે રાખેલ છે, જે તમે સવા મહિના બાદ ખોલજો જેથી તમારા ઘરમાં શંતિ અને કોઈ બીમારી નહી આવે તેવું કહી નીલેશગીરી ગોસાઈ જતા રહ્યા હતા. જે બાદ સવા મહિના પછી ભરતભાઈએ તે કપડું ખોલતા તેમાંથી લોટ નીકળ્યો હતો. જેથી ભરતભાઈના સોના દાગીના અને રોકડ રૂ લઇ સાધુ નીલેશગીરીએ છેતરપીંડી કરી હતી, આ બનાવ અંગે ભરતને જાણ થતા તેને નિલેશગીરી ઉર્ફે નવીનગીરી ગૌસાઈની વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી બાબતની ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button