- કામરેજના ઠગબાજ પ્રદીપ પટેલ કરી છેતરપિંડી
- પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે કરી ઠગાઇ
- હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી
IPS અધિકારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સુરતના કામરેજના ઠગબાજ પ્રદીપ પટેલે છેતરપિંડી કરી છે. પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે ઠગાઇ કરી છે. તેમાં હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ગુજરાત ટુરિઝમ હસ્તકની હોટલમાં ભાગીદારીનું કહ્યું હતુ.
તોરણ હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી આચરી
પ્રદીપે પોતાની ઓળખ IPS સંદીપ પટેલ તરીકે આપી હતી. તેમજ ફરિયાદી પાસેથી રૂપિયા 23 લાખ આંગડિયા મારફતે લીધા હતા. રૂપિયા 23 લાખમાંથી આરોપીએ રૂપિયા 12 લાખ પરત આપ્યા હતા. ફરિયાદીએ તપાસ કરતા બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. તેથી કામરેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આઈ.પી.એસ આધિકારીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના બિલ્ડર સાથે છેતરપિંડી કરાઈ છે. કામરેજ ખાતે આવેલી ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી આચરી હતી.
પ્રદીપ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મૂળ કામરેજના પ્રદીપ પટેલ નામના વ્યક્તિએ આ છેતરપિંડી કરી છે. જેમાં પોતાની ઓળખ આઈ.પી.એસ સંદીપ પટેલ તરીકે આપી હતી. પોતાની પત્નીના નામે 99 વર્ષના ભાડા પટ્ટએ હોટેલ લીધી હોવાનું જણાવ્યું હતું. તેમાં ફરિયાદી પાસેથી 23 લાખ રૂપિયા આંગડિયા મારફતે લીધા હતા જોકે 23 માંથી 12 લાખ પરત આપી દીધા હતા તથા બાકી નીકળતા રૂપિયા નહિ આપી બહાના બનાવતો હતો. તેથી ફરિયાદીએ કામરેજ આવી તપાસ કરતા વ્યક્તિ બોગસ હોવાનું જણાયું હતું. તેથી કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Source link