વિરાટ કોહલીએ ભારતીય એથ્લિટ છે, જેણે 31 માર્ચે પૂરા થતા છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો હતો. ફોર્ચ્યુન ઈન્ડિયાના લિસ્ટ મુજબ વિરાટે 66 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીના લિસ્ટમાં પાંચમા સ્થાને છે. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન અને અન્ય ઘણા કલાકારોએ વિરાટ કરતા વધુ ટેક્સ ભર્યો છે. બોલીવુડના કિંગ તરીકે જાણીતા શાહરૂખ ખાને 92 કરોડ રૂપિયા, તમિલ એક્ટર વિજયે 80 કરોડ રૂપિયા, સલમાન ખાને 75 કરોડ રૂપિયા અને અમિતાભ બચ્ચને 71 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે.
એથ્લિટ્સની વાત કરીયે તો વિરાટ કોહલી પછી એમએસ ધોની આવે છે, જેણે છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ 38 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે. સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીના લિસ્ટમાં ધોની છઠ્ઠા સ્થાને છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે ભારતીય વનડે અને T20 ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટના ટોપ-20માં પણ સામેલ નથી.
ક્રિકેટરોએ કેટલો ટેક્સ ચૂકવ્યો?
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ આ લિસ્ટમાં સામેલ છે, જેમણે 28 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તેમના સિવાય સૌરવ ગાંગુલીએ 23 કરોડ રૂપિયા, હાર્દિક પંડ્યાએ 13 કરોડ રૂપિયા અને રિષભ પંતે પણ 10 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
વિરાટ કોહલી – 66 કરોડ
એમએસ ધોની – 38 કરોડ
સચિન તેંડુલકર – 28 કરોડ
સૌરવ ગાંગુલી – 23 કરોડ
હાર્દિક પંડ્યા – 13 કરોડ
વિરાટ કોહલી ક્યાંથી કમાય છે?
વિરાટ કોહલી બીસીસીઆઈ ની એ પ્લસ કેટેગરીમાં આવે છે, જેના માટે તેને વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય તે એમઆરએફ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને ઘણી ફેમસ કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. તેની પાસે ‘WROGN’ અને ‘One8’માં શેર છે. તેને કપડાંની બ્રાન્ડ પુમા સાથે પણ ડીલ કરી છે. તે અન્ય સ્પોન્સર અને એડ શૂટ કરીને પણ ઘણી કમાણી કરે છે.
Source link