થાનના સારસાણા ગામની સીમમાં પરિણીતા સાથે મૈત્રી કરાર કરવા બાબતે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં યુવક અને તેના માતા-પીતાની હત્યા કરી દેવાઈ હતી. આ બનાવમાં અગાઉ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે આ કેસમાં ફરાર મુખ્ય આરોપીઓ એવા સાળા-બનેવીને પોલીસે ઝડપી લીધા છે.
સારસાણા ગામની સીમમાં રહેતા ભાવેશ ઘુઘાભાઈ બજાણીયાને વરમાધાર ગામની સંગીતા સાથે પ્રેમ થતા બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા. સંગીતાના લગ્ન મનડાસરના દિનેશ નાનજીભાઈ સાપરા સાથે થયા હતા. પરંતુ બન્નેને મનમેળ આવતો ન હતો. સંગીતાએ ભાવેશ સાથે મૈત્રી કરાર કરતા પતિ દિનેશ સાપરા અને સંગીતાના ભાઈ દિનેશ સુખાભાઈ સાબળીયાને આ વાત ખટકતી હતી. ત્યારે તા. 6-11ના રોજ મોડી રાત્રે દિનેશ સુખાભાઈ સાબળીયા, દિનેશ નાનજીભાઈ સાપરા અને જેસા નરશીભાઈ સાપરા સારસાણા આવ્યા હતા. હાથમાં છરી, લાકડાના ધોકા સહિતના હથીયારો સાથે આવી ભાવેશ બજાણીયા, તેના પિતા ઘુઘાભાઈ બજાણીયા પર તેઓ તુટી પડયા હતા. આ સમયે વચ્ચે પડેલ સંગીતા અને મંજુબેનને પણ તેઓએ માર માર્યો હતો. બનાવમાં ભાવેશ અને ઘુઘાભાઈનું મોત થયુ હતુ. જયારે પડખાના ભાગે છરી વાગતા રાજકોટ સારવાર લઈ રહેલા મંજુબેને પણ ગત શુક્રવારે સવારે દમ તોડયો હતો. ટ્રીપલ મર્ડરના આ બનાવમાં પોલીસે અગાઉ જેસા નરશીભાઈ સાપરા અને મદદગથારી કરનાર કેશા ગેલાભાઈ ઝાલા, રમેશ ઉર્ફે રંગો વેલાભાઈ ટાપોળીયા અને દેવશી સોમાભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. ત્યારે ડીવાયએસપી વિશાલ રબારી સહિતની ટીમે આ કેસમાં ફરાર સાળા-બનેવી દિનેશ સાબળીયા અને દિનેશ સાપરાને પણ રવીવારે સવારના સમયે દબોચી લીધા છે.
Source link