- સલામતી શાખાની સતર્કતાએ યુવકનો જીવ બચાવ્યો
- પારિવારીક તકરારના કારણે રજૂઆત કરવા પહોંચ્યો હતો
- ઝેરી દવા પીને ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય પહોંચ્યો હતો
ગૃહ મંત્રીના કાર્યાલયના અધિકારી અને સલામતી શાખાના સ્ટાફની સમય સૂચકતાને કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો હતો. પારિવારીક તકરારમાં યુવાન ઝેરી દવા પી ગૃહમંત્રીના કાર્યાલયે પહોંચ્યો હતો. મૂળ સુરેન્દ્રનગરનો અને કચ્છમાં કામ કરતો યુવાન ગૃહમંત્રી કાર્યાલયમાં રજૂઆત માટે આવ્યો હતો.
જોકે ગૃહમંત્રીના કાર્યાલયમાં અધિકારી સમક્ષ તેને પોતે જ ફિનાઈલ પીને આવ્યો હોવાની વાત કરતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પારિવારીક તકરારને લઈ રજૂઆત કરવા યુવાન પહોંચ્યો હતો. આ સમગ્ર મામલામાં સેક્ટર 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સોમવાર-મંગળવાર મંત્રીઓ સચિવાલયમાં હોય છે
સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ સોમવાર અને મંગળવાર અરજદારોની રજુઆત સાંભળે છે અને તેમની ફરિયાદનો નિકાલ વહેલીતકે આવે તે માટે કામ કરતા હોય છે. હર્ષ સંઘવી ગૃહ વિભાગ સંભાળતા હોઈ પોલીસ કોઈની ફરિયાદ સ્વીકારે નહીં કે પોલીસ તરફથી કોઈ મુશ્કેલી હોય તો અરજદારો મંત્રીને સીધી રજુઆત કરવા સોમવાર, મંગળવારે સ્વર્ણિમ સંકુલમાં આવતા હોય છે. જેથી આ સુરેન્દ્રનગરનો યુવાન પારિવારીક ઝઘડાને લઈને તેના સમસ્યાના સમાધાન માટે મંત્રીની ઓફિસે આવ્યો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
Source link