ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘીદાટ ગાડીઓ સીઝ કરવામાં આવી છે,જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘીદાટ ગાડીઓ ગાંધીનગર ખાતે લાવવામાં આવી છે.જેમાં ઝાલાના ઘરેથી વૈભવી ગાડીઓ ગાંધીનગર લવાઇ છે અને સીઆઈડી ક્રાઈમની ઓફીસે મૂકી દેવામાં આવી છે.તમામ જે ગાડીઓ જપ્ત કરવામાં આવી છે તેની કિંમત એક ગાડીની 30 લાખ ઉપરની છે,એટલે કે તમામ ગાડીઓ લકઝુરીયસ હોવાની વાત સામે આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા તો હજી પોલીસ પકડથી દૂર
BZ ગ્રુપનો માલિક અને કરોડોનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગી ગયો છે. નોંધનીય છે કે, કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરકડકથી બચવા માટે વિદેશ ફરાર થઈ ગયો હોવાની તેના નજીકના વર્તુળમાં ચર્ચા થતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આરોપી ભૂપેન્દ્રસિંહનો પ્લાન નેપાળ અથવા માલદીવમાં સંતાઈ રહેવાનો હોઈ શકે છે.
ફાર્મ હાઉસ પણ મોંઘામોંઘા
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીનાં ફાર્મ હાઉસના પુરાવા સામે આવ્યા છે.જેમાં લીંભોઈ ગામ નજીક મહાઠગે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની વાત સામે આવી છે,જુલાઈ મહિનામાં જ કરોડો રૂપિયામાં ખરીદ્યું ફાર્મ હાઉસ.ફાર્મ હાઉસ માટે રોકડા 49.45 લાખ ચૂકવ્યા હતા અને જુલાઈમાં જ કૌભાંડીએ ખરીદી હતી શાળા.
સીઆઈડી ક્રાઈમ પણ કરી રહી છે તપાસ
18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
Source link