GUJARAT

Gandhinagar : 3517 જગ્યાઓ માટે શિક્ષણ વિભાગે માધ્યમિક શિક્ષકોની ભરતીની કરી જાહેરાત

રાજયના શિક્ષણ વિભાગે માધ્યમિક ભરતીની જાહેરાત કરાતા શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.3517 જગ્યાઓ માટે શિક્ષણ વિભાગે ભરતી જાહેર કરી છે.ધો 9 અને 10 માટે શિક્ષણ વિભાગે ભરતીની કરી છે જાહેર,સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે અને ગ્રાન્ટેડ શાળામાં 2317 શિક્ષકોની કરાશે ભરતી,સરકારી ગુજરાતી માધ્યમમાં 1196 શિક્ષકો અને અંગ્રેજી માધ્યમાં 4 શિક્ષકોની જગ્યા છે.24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ.

રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયક-ધોરણ 9 અને 10

માઘ્યમિક ભરતી  

કુલ જગ્યા – 3517

સરકારી શાળાની જગ્યા – 1200

ગ્રાન્ટેડ શાળાની જગ્યા – 2317

ગ્રાન્ટેડ શાળામાં

ગુજરાતી માધ્યમ -2258

અંગ્રેજી માધ્યમ -56

હિન્દી માધ્યમ -3

કુલ=2317 જગ્યાઓ

સરકારી શાળામાં

ગુજરાતી માધ્યમ -1196

અંગ્રેજી માધ્યમ -4

કુલ જગ્યા=1200 જગ્યાઓ

કોણ કરી શકશે અરજી

સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)-2023 પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 39 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટ મળવાપાત્ર છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10 ઑક્ટોબર 2024થી 21 ઑક્ટોબર 2024 સુધી https://www.gserc.in/ વેબસાઇટ પર આપેલી સૂચના મુજબ ઓનલાઇન અરજી કરી શકશે.લાયક ઉમેદવારો અરજીની નિયત ફી પણ આ વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકે છે. ઓનલાઇન અરજી પત્રકમાં તમામ વિગત ભર્યા બાદ તેની ખાતરી કરીને જ ફી ભરવી. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલી ગણાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button