ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળશે જેમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માગ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહમંડળ દ્વારા જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં આંદોલનને લઈ બેઠક યોજવામાં આવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ માંગણીઓને લઈ પેનડાઉન આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.આ બેઠક બાદ આગળની રણનિતી પણ ઘડવામાં આવશે.
આગામી સમયમાં આંદોલનને લઈને યોજાઇ બેઠક
રાજ્ય સરકાર સમક્ષ સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં તેનું કોઇ નિરાકરણ આવ્યું નહીં હોવાનું રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જણાવાયું છે. 17 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યના કર્મચારીઓ પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે. તેમજ ગાંધીનગરમાં ઝોન વાઈઝ કર્મચારીઓ દેખાવો કરશે. આ બેઠકમાં રાજ્યના તમામ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કર્મચારીઓ માગ પર અડગ
રાજ્યના કર્મચારી મહામંડળ જૂની પેન્શન યોજના મુદ્દે 17 સપ્ટેમ્બરે એક દિવસ કામકાજથી અળગા રહેશે. કર્મચારી મહામંડળે તમામ કર્મચારીઓની વિવિધ માંગણી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવવા તૈયાર છે. OPS મુદ્દે 4.50 લાખ કર્મચારીઓ કામકાજથી દૂર રહેશે.
જૂની પેન્શન યોજનાનો અમલ કરવો
ફિક્સ પગાર પ્રથા મૂળ અસરથી દૂર કરવી, મુસાફરી દૈનિક ભથ્થું, ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર ભથ્થું સહિતના સાતમા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણ સહિતના વિવિધ મુદ્દા સામેલ છે. ઉપરાંત વિવિધ ખાતાઓમાં ગ્રેડ પે, ઉચ્ચતર પગારના ધોરણના લાભમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કેશલેશ મેડિક્લેમની મર્યાદા આપવી, ચાલુ ફરજ દરમિયાન મૃત્યુંના કિસ્સામાં વારસદારને રહેમરાહે નોકરી, 50 વર્ષના કર્મચારીને ખાતાકીય પરીક્ષામાથી મુક્તિ આપવા સહિતની માંગ કરી છે.
Source link