GUJARAT

Gandhinagar :GPSC ક્લાસ 1-2 માટે એક સાથે ત્રણ ભરતી પ્રક્રિયાથી ‘રિપિટેશન’નીનોબત

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC આસ્તે આસ્તે ભરતી જાહેર કર્યાના એક જ વર્ષમાં તેને સંપન્ન કરવાનો શિરસ્તો તુટી રહી છે. આ સંસ્થાન સામે હાઈકોર્ટ કેસ, વિવાદોને કારણે ક્લાસ વન- ટુની એક સાથે ત્રણ ભરતી પ્રક્રિયાઓ ચાલુ છે. આવા સંજોગોમાં સિલેક્ટેડ ઉમેદવારોમાં રિપિટેશન થશે તેવી રજૂઆતો શરૂ થઈ છે. જેના પગલે GPSCને જાહેરાત ક્રમાંક 47ની મુખ્ય પરીક્ષાની તારીખ બદલવા માંગણી થઈ છે.

ક્લાસ વન-ટુની ભરતી પરીક્ષા માટે ચારેક વર્ષથી મહેનત કરી રહેલા ઉમેદવારોનું કહેવુ છે કે GPSC જાહેરાત ક્રમાંક 30/2021- 22માં આખરી પરિણામ બાબતે હાઈકોર્ટમાં પિટિશન ચાલે છે. જેનો આખરી ચૂકાદો આવ્યો નથી. ક્લાસ વન- ટુ માટે 30 નંબરની ભરતીમાં પણ GPSCના પ્રશ્નો અને જવાબો સંદર્ભે હજી સુધી કોઈ નિર્ણય થયો નથી. આ પરિસ્થિતિ વચ્ચે જાહેરાત ક્રમાંક 20/2022-23ની મુખ્ય પરીક્ષાનું પરિણામ પણ આવ્યુ નથી ! આ ભરતી પણ સ્ક્રુટિની સ્તરે છે. આવા સંજોગો વચ્ચે GPSCએ જાહેરાત ક્રમાંક 47/2023-24 માટે 20મી ઓક્ટોબરથી મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરતા ઉમેદવારો અકળાયા છે. તેમનું કહેવુ છે કે, એક ભરતી કોર્ટમાં છે, બીજામાં પરિણામ જાહેર થયુ નથી ત્યારે ત્રીજાની મુખ્ય પરીક્ષા માટે તારીખો જાહેર થઈ છે એટલે ઉમેદવારોમાં રિપિટેશનનું પ્રમાણ વધશે. GPSC ક્લાસ વન-ટુની ભરતીમાં વેઈટિંગ ઓપરેટ કરતુ નથી. જેથી કોઈ એક જાહેરાતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી બીજી ભરતી માટે પરીક્ષા યોજવી જોઈએ. જાહેરાત 47માં પ્રિલિમ્સ પછી મેઈન્સ માટે અંદાજે 9 હજારથી વધુ ઉમેદવારો છે. 2021 સુધી એકના પછી જ બીજા માટે પરીક્ષાઓ યોજાઈ

જાહેરાત ક્રમાંક 121/2016-17નું અંતિમ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ 40/18-19ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ, તેનુ અંતિમ પરીણામ જાહેર થયા પછી 26/20-21 માટે પરીક્ષા થઈ અને તે પછી 30/21-22 ! આમ, 2018થી 21 વચ્ચેના પાંચ- છ વર્ષમાં કોઈ પણ પરીક્ષામાં સમાન ઉમેદવારો રિપીટ થતા નહોતા. જેનાથી ઉમેદવારોનું હિત અને સરકારી સંસાધનો અને સમયની બચત થતી. હાલમાં એક સાથે ત્રણ ભરતી પ્રક્રિયાઓ હોવાથી જે જાહેરાત ક્રમાંક 30/2021-22માં ઉત્તીર્ણ થયેલા હોય તે જ ઉમેદવાર 20/22-23માં ઈન્ટરવ્યુમાં પસંદ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આવા બધા ઉમેદવારો 47/23-24ની મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં પણ રિપીટ થાય તો નવાઈ નહી. આથી, પરીક્ષાનો સમય અને પ્રક્રિયા વચ્ચેનું સંતુલન સાધવા માંગણી થઈ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button