GUJARAT

Gandhinagar: PM મોદી કાલે વડોદરા અને અમરેલીના પ્રવાસે, 30-31મી ઓક્ટોબરે SOUમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓક્ટોબરને સોમવારે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. સોમવારે તેઓ વડોદરા ખાતે સ્પેનના વડાપ્રધાન સાથે સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કરશે. બાદમાં તેઓ અમરેલી ખાતે રૂ.4,900 કરોડથી વધારે રકમની વિકાસ યોજનાઓના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે.

સોમવારની એક દિવસની મુલાકાત બાદ તેઓ 30મી ઓક્ટોબરને બુધવારની સાંજે કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી- SOU ખાતે આવશે. જ્યાં 31મી ઓક્ટોબર- સરદાર જંયતિએ રાષ્ટ્રીય એકતા પરેડના કાર્યક્રમમાં સામેલ થશે

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્પ લિમિટેડ (TASL) કેમ્પસમાં સી- 295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું સંયુક્તપણે ઉદ્દઘાટન કરશે. સી- 295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે. જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં બનાવવાના છે. આ સુવિધા ભારતમાં સૈન્ય વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઈનલ એસેમ્બલી લાઈન- FAL હશે. તેમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરિક્ષણ અને લાયકાત, એરક્રાફ્ટની સંપૂર્ણ જીવનચક્રની ડિલિવરી અને જાણવણી સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમના સંપૂર્ણ વિકાસનો પાયો નાંખશે. વડોદરામાં સવાર 11 કલાકે તેઓ લક્ષ્મી પેલેસ જશે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીના દુધાળા ગામે પહોંચશે. જ્યાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. બપોરે ત્રણેક કલાકે તેઓ લાઠી, અમરેલી ખાતે રૂ.4,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉધાટન, શિલાન્યાસ કરશે. આ યોજનાઓથી અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાઓના નાગરિકોને લાભ થશે. જેમાં રૂ.2,800 કરોડના વિવિદ રોડ પ્રોજેક્ટ છે. જેમાં જૂનાગઢ બાયપાસ સહિત નેશનલ હાઈવેના 151 પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. જ્યારે રૂ.1,100 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ભૂજ- નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે. જે કચ્છ જિલ્લાના સામાજિક- આર્થિક વિકાસને વધારવામાં મોટાપાયે નિર્ણાયક ભૂમિકા ભજવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button