રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડની વિભીષિકા ગુજરાત સરકારે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR)- 2017માં’ગેમિંગ એક્ટિવિટી’ માટે નવુ પ્રકરણ ઉમેરીને ગુરૂવારે સાંજે રેગ્યુલેશન જાહેર કર્યા હતા.
નવા નિયંત્રણો જાહેરાત સાથે જ અમલમાં આવતા હવે ગુજરાતમાં હયાત તમામ ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી લેવાની રહેશે. તેમજ નવા ગેમિંગ ઝોન પણ પરવાનગી વગર હશે તો દંડ વસૂલાતથી લઈને તેને બંધ કરવા સુધીની કાર્યવાહી તમામ શહેરી સંસ્થાઓ કરી શકશે.શહેરી વિકાસ વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી, જોઈન્ટ સેક્રેટરી પ્રકાશ દત્તાની સહીથી પ્રસિદ્ધ 11 પેજના નોટિફિકેશનમાં CGDCR હેઠળ ગેમિંગ એક્ટિવિટી એરિયાને વ્યાખ્યાઈત કરાયો છે. તેના પ્લાનિંગ, રેગ્યુલેશનની જોગવાઈ કરાઈ છે. જેનાથી હયાત વિકાસ પરવાનગી અને બીયુ ધરાવતા ગેમિંગ ઝોન કાર્યરત કરતા પહેલા રિવાઈઝ પરવાનગી મેળવવાની રહેશે.CGDCRમાં શહેરોના કોટ વિસ્તાર, ગામતળ, ઉદવાડા નગરપાલિકા સમેત હેરિટેઝ એરિયા, સ્પેશિયલ અને જોખમી ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ એરિયામાં હવે કોઈ પણ પ્રકારના ગેમિંગ એક્ટવિટી પર પ્રતિબંધ મુકાયો છે. જો કે, CGDCRમાં નવા દાખલ કરાયેલા નિયંત્રણો- નિયમોને આધિન હેઠળ રેસિડેન્સિયલ ઝોન- 3 અને એગ્રીકલ્ચર ઝોનમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયાને મંજૂરી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, સમાન્યતઃ CGDCRમાં નવા રેગ્યુલેશન દાખલ કરવાને તબક્કે સામાન્યતઃ નાગરીકો પાસેથી વાંધા સુચનો મંગાવાતા હોય છે. પરંતુ, સરકારે ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ- 1976ની કલમ 122 હેઠળ પોતાના અધિકારની રૂએ પાંચમી સપ્ટેમ્બરે નોટિફિકેશન પ્રસિધ્ધ કરીને તત્કાળ અસરથી તેનો અમલનો આદેશ કર્યો છે.
ગ્રીન બિલ્ડિંગમાં ચાર્જેબલ FSIની 7થી 12% મફત આપવા નિર્ણય
જોગવાઈનું પાલન ન થયુ તો ઈન્સેન્ટીવ FSIના બમણા દરે દંડ વસૂલાશે । શહેરી વિકાસ વિભાગે ગેમિંગ એક્ટિવિટી એરિયા ઉપરાંત એક જ નોટિફિકેશનથી અનેકવિધ સુધારા સુચવ્યા છે. જેમાં એનર્જી ઈફેક્ટિવ બિલ્ડિંગ રેગ્યુલેશનમાં ઈન્સેન્ટિવ FSI ફોર ગ્રીન બિલ્ડીંગ હેઠળ મહત્વનો સુધારો કરાયો છે. રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્ય સાથે CGDCRમાં વર્તમાનમાં રહેલી એક માત્ર GRIHA રેટિંગ એજન્સી ઉપરાંત IGBC અને LEED એમ વધુ બે રેટિંગ એજન્સીનો ઉમેરો કરાયો છે. તદઉપરાંત રેટિંગ એજન્સીના રેટિંગને આધારે વપરાયેલી ચાર્જેબલ FSIની 7 ટકાથી 12 ટકા સુધી ચાર્જેબલ FSIનો લાભ આપવા નિર્ણય કરાયો છે. આ ક્ષેત્રમાં જો કોઈ ડેવલપર્સ ગ્રીન બિલ્ડિંગની જોગવાઈઓનું પાલન નહી કરે તો ઈન્સેન્ટીવ FSIની રકમના બમણા દરે દંડ વસૂલવાની નવી જોગવાઈ પણ દાખલ થઈ છે.
રેગ્યુલેશન ક્યા લાગુ પડશે ?
કોણ કેવી મંજૂરી આપશે ?
શોપિંગ સેન્ટર, શોપિંગ મોલ્સ, મલ્ટીપેક્સ સિનેમા, ક્લબ, હોટેલ્સ, રિસોર્ટ કે પછી ગેમિંગ એક્ટિવિટી માટે કોઈ પણ સ્વતંત્ર વિસ્તારને નાવા રેગ્યુલેશનની હેઠળ આવરી લેવાયા છે. જ્યાં શહેરી વિકાસ સત્તામંડળો, મ્યુનિસિપલ કોર્પોરોશન, નગરપાલિકા દ્વારા રજિસ્ટ્રેશન, લાયસન્સ, પરમિટ, મંજૂરી, અધિકૃતતા અને નિરીક્ષણ સંબંધિત તમામ કાર્યવાહી કરાશે.
ગેમિંગ એક્ટિવિટી એરિયાના માપદંડ
એક્ટિવિટી લધુત્તમ બિલ્ડીંગ એરિયા
માત્ર ઈનડોર 2000 ચોરસ મીટર
માત્ર આઉટડોર 4000 ચો.મીટર
ઈનડોર- આઉટડોર બંને 4500 ચો.મી.
નવા રેગ્યુલેશન હેઠળની જોગવાઈઓ
જ્યાં 18 મીટરનો રોડ હોય ત્યાં જ ગેમિંગ એક્ટિવિટીને મંજૂરી મળશે
એક કરતા વધુ ગેમિંગ ઝોન હોય ત્યાં મોટા રસ્તાની એન્ટ્રી ફરજિયાત.
6 મીટર કે તેથી વધુ પહોળી સ્વતંત્ર એન્ટ્રી અને એક્ઝિટ જરૂરી રહેશે.
બિલ્ડીંગના કુલ ક્ષેત્રફળના લધુત્તમ 30 ટકા ગ્રાઉન્ડ કવરેજ અનિવાર્ય
રસ્તાથી 12 મીટર માર્જીન અને બીજી તરફ લધુત્તમ 9 મીટર માર્જીન
જમીનથી 15 મીટરથી વધુ ઉંચાઈ હોય તે સ્ટ્રક્ચરને મંજૂરી નહી મળે
માર્જીનમાં પાર્કિંગ નહી રાખાય, પાર્કિંગ માત્ર એક જ બેઝમેન્ટને મંજૂરી
પાર્કિંગ અને બિલ્ડઅપ લાઈન વચ્ચે 6 મીટરનું અંતર ફરજિયાત રહેશે.
ઇ-3 એને એગ્રીકલ્ચર ઝોનમાં મહત્તમ FSIમાં ઉંચાઈ 15 મીટર સુધી.
પ્રતિ 50 મીટર વિસ્તારમાં ત્રણ મીટરના ઈમરજન્સી એક્ટિઝ રાખવા.
બિલ્ડીંગના તમામ સાઈડમાં એક ઈમરજન્સી એક્ઝિટ એ ફરજિયાત છે.
અપર ફ્લોર લધુત્તમ 18 ચો.મી. આગથી સુરક્ષિત બે સીડી સાથે જરૂરી.
વિકાસ પરમીટ વખતે SEORની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની મંજુરી ફરજીયાત
મુખ્ય બિલ્ડીંગમાં રાંધવાની મંજૂરી નહી, PNG, LPG, CNG પ્રતિબંધિત
Source link