GUJARAT

Gandhinagar: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે ધરણા

  • શુક્રવારે સવારે 11 થી 5 ધરણા યોજાશે
  • રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર આવશે
  • જૂની પેન્શન યોજના માગ સાથે આવતી કાલે ધરણા

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ધારણા યોજાશે.

સંયુક્ત મોરચા ગુજરાત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન અંતર્ગત જૂની પેન્શન યોજના લાગુ કરવા 6મેના રોજ ગાંધીનગર ખાતે ધરણાનો યોજાનાર છે. ધરણા કાર્યક્રમમાં પંચમહાલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક, માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના શિક્ષકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર માટે કુચ કરશે.

મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે

શિક્ષકો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જોડાશે. હમારા મિશન પૂરાની પેન્શનના નારા સાથે ધરણા કરશે, શૈક્ષિક મહાસંઘ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન બેઠકોનો દોર શરૂ થયો જેમાં તાલુકાના હોદ્દેદારો જોડાયા અને શિક્ષકો ગાંધીનગર બેઠકમાં ઉમટી પડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button