આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે. જેમાં અમદાવાદમાં 1000 નાના મોટા પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. તેમાં મણિનગરની દક્ષિણી સોસાયટીમાં મોટા ગણેશજીની સ્થાપના કરાઇ છે. શહેર 10 દિવસ જય ગણેશના નાદથી ગુંજશે. અમદાવાદમાં પંડાલોમાં ગણેશજીની સ્થાપના થતા ખુશીનો માહોલ સમગ્ર છવાયો છે.
શહેરમાં 1000 નાના મોટા ગણેશ પંડાલોમાં ગણેશ સ્થાપના કરાઇ
શહેરમાં 1000 નાના મોટા ગણેશ પંડાલોમાં ગણેશ સ્થાપના કરાઇ છે. જેમાં શહેરના મણીનગરની દક્ષિણી સોસાયટીમાં 70 વર્ષથી ગણેશ સ્થાપના થાય છે. તેમાં શહેરના સૌથી મોટી ગણેશ મૂર્તિની સ્થાપના થાય છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો શ્રી ગણેશના દર્શન કરશે. તેમજ શહેરના સૌથી જૂના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી છે. તેમાં 400 વર્ષ જૂનુ પેશ્વાકાલીન મંદિર છે. તથા મંદિરમાં એક સ્વયંભૂ અને એક જમણી સૂંઢનાં ગણેશજી બિરાજમાન છે. આજે આ મંદિરમાં દર્શન કરી ભક્તો મનોકામના માગી રહ્યા છે.
વડોદરામાં રાજવી પરિવાર દ્વારા શ્રીજીની પ્રાર્થના કરાઇ
આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે વડોદરામાં રાજવી પરિવાર દ્વારા શ્રીજીની પ્રાર્થના કરાઇ છે. રાજવી પરંપરા મુજબ સ્થાપના થશે. જેમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપના થશે. તેમજ પાલખીમાં બિરાજી ગણેશજી સવારી નીકળશે. ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી. આજના દિવસથી 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. એક અન્ય પૌરાણિક કથા દરમિયાન આ 10 દિવસમાં ભગવાન ગણેશે જરાય અટક્યા વગર મહાભારત લખ્યું હતું. જેનાથી તેમના શરીર પર માટી જામી ગઈ હતી અને તેને હટાવવા માટે તેમણે અનંત ચતુર્દશીના દિવસે નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારથી જ 10 દિવસ ગણપતિ સ્થાપના બાદ પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ઉત્સવ અનેક શુભ યોગમાં શરૂ થઈ રહ્યો છે.
Source link