GUJARAT

સાવલીમાં બુધવારે રાત્રે વરસાદી માહોલ વચ્ચે પણ ગરબા યોજાયા

સાવલી તાલુકામાં ગત રાત્રિ ના સમયે વરસાદી માહોલ સર્જાતાં નવરાત્રીના ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો હતો. માઈ ભક્તો ભારે નિરાશ થયા હતા જોકે કેટલાક યુવકો વરસાદી ઝાપટા વચ્ચે પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.

સાવલી તાલુકામાં હાલ ઠેર ઠેર નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા ઓ નું આયોજન થયું છે અને ગામે ગામ અને શેરી શેરી એ માં અંબા ની આરાધના કરતા યુવક યુવતી ઓ જોવા મળી રહ્યા છે અને હાલ માં નવરાત્રી પર્વ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગતરોજ સાતમા નોરતા નિમિત્તે અચાનક વાતાવરણ માં ભારે પલટો આવ્યો હતો અને રાત્રિના બાર વાગ્યા ની આસપાસ વરસાદ ચાલુ થયો હતો જેમાં વિવિધ વાજીંત્રો પાણી ના કારણે બગડી ના જાય તે હેતુ થી ગરબા બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે કેટલીક જગ્યા એ ભારે ઉત્સાહ થી વરસાદી માહોલમાં પણ માઈ ભક્તો ભારે ઉત્સાહ થી ઝૂમ્યા હતા સાથે સાથે આજે આઠમ નું વિશેષ મહત્વ હોય છે અને આજે દિવસ ભર વાદળ છાયું વાતાવરણ રહેતા ખેલૈયાઓ તેમજ ગરબાના આયોજકો ભારે ચિંતાતુર બની ગયા હતા અને વરસાદી ઝાપટું ન વરસે તે માટે માં અંબા ને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા હતા આમ વરસાદી માહોલે તાલુકાના ખેલૈયાઓનો મુડ બગાડી નાખ્યો હતો જોકે ખેલૈયાઓના ઉત્સાહ માં કોઈ પણ જાતની કમી વર્તાઈ નહતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button