વિશ્વના ટોપ અબજોપતિઓને તમે જાણતા હશો. આમાં એલન મસ્ક, બર્નાન્ડ અર્નોલ્ટથી લઈ ભારતના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના નામ સામેલ છે. પરંતુ વિશ્વના પ્રથમ ખરબપતિ કોણ અને ક્યારે થશે? આને લઈ લોકોનાં મનમાં સવાલ ઉઠતા રહે છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવી છે. જેમાં ખરબપતિ બનનારના નામ જણાવ્યા છે. રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના સૌથી બીજા ખરબપતિ એટલે કે ટ્રિલિયેનર થશે. વાંચો વધુ..
પ્રથમ ખરબપતિ કોણ હશે?
આ રિપોર્ટ પ્રમાણે વિશ્વના પ્રથમ ખરબપતિ વર્ષ-2027 સુધી મળી શકે છે. એલન મસ્ક વિશ્વના પ્રથમ ખરબપતિ શખ્સ બની શકે છે. વર્ષ-2027 સુધી મસ્કની નેટવર્ષ એક લાખ કરોડ ડોલર રૂપિયા સુધી પહોંચી શકે છે. તેના એક વર્ષ બાદ ભારતને પણ પોતાનો પ્રથમ ટ્રિલિયેનર મળી શકે છે. દેશના ત્રીજા મોટા ઔદ્યોગિક ગૃહ અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી વર્ષ-2028 સુધી ટ્રિલિયેનર બની શકે છે.ય પરંતુ આ માટે તેઓની નેટવર્થ વાર્ષિક સરેરાશ 123 ટકાની ઝડપ આવવી જોઈએ. એક રિપોર્ટ અનુસાર એલન મસ્ક હજી 237 અબજ ડોલરની સાથે વિશ્વમાં સૌથી મોટા ધનિક છે. જ્યારે અદાણી 99.6 અરબ ડોલરની સાથે વિશ્વના સૌથી ધનવાનની યાદીમાં 13માં ક્રમે છે.
આ નામ પણ સામેલ થઈ શકે છે
રિપોર્ટ અનુસાર, AI ચિપ નિર્માતા Nvidiaના CEO જેન્સેન હુઆંગ અને ઈન્ડોનેશિયાના સૌથી ધનિક વ્યક્તિ પ્રાજોગો પેંગેસ્ટુ પણ વર્ષ-2028 સુધીમાં ટ્રિલિયોનેર ક્લબમાં સામેલ થઈ શકે છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ વર્ષ-2030 સુધીમાં ટ્રિલિયોનેર બની શકે છે. આ જ વર્ષે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ ટ્રિલિયોનેર ક્લબનો હિસ્સો બની શકે છે. ટ્રિલિયોનેર ક્લબમાં અત્યાર સુધી માત્ર કેટલીક કંપનીઓને સ્થાન મળ્યું છે. તેમાં Apple, Microsoft, Nvidia, Alphabet, Amazon, Saudi Aramco અને Meta સામેલ છે. વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેએ પણ તાજેતરમાં એક ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ હાંસલ કર્યું છે.
1916માં વિશ્વને તેનો પ્રથમ અબજોપતિ મળ્યો
વિશ્વનો પ્રથમ ટ્રિલિયોનેર કોણ હશે? 1916માં દુનિયાને પહેલો અબજોપતિ મળ્યો ત્યારથી આ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. તેઓ અમેરિકાના જ્હોન ડી. રોકફેલર હતા, જે સ્ટાન્ડર્ડ ઓઈલના સ્થાપક હતા અને તે સમયે સૌથી મોટા શેરહોલ્ડર હતા. એલન મસ્ક અને ગૌતમ અદાણી એક વર્ષમાં ટ્રિલિયોનેર બની જશે.