BUSINESS

Americaમાં લાગેલા આરોપો પર ગૌતમ અદાણીએ કહ્યું ‘પડકારોએ હંમેશા વધારે મજબૂત કર્યા’

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક કાર્યક્રમમાં તેમના અનુભવો અને પડકારો વિશે ખુલીને ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે આપણે જેટલી સફળતા મેળવી છે, તેટલી જ સંખ્યામાં પડકારોનો પણ સામનો કર્યો છે. પરંતુ આ પડકારોએ અમને તોડ્યા નથી, પરંતુ અમને વધારે મજબૂત બનાવ્યા છે.

નકારાત્મકતા ઝડપથી ફેલાય છે: ગૌતમ અદાણી

અમેરિકામાં આરોપોનો ઉલ્લેખ કરતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ‘અમારી સામે અમેરિકા તરફથી કેટલાક આરોપો હતા, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માગુ છું કે અદાણી જૂથના કોઈપણ વ્યક્તિ પર ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ કોઈ આરોપોનો સામનો કરી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે નકારાત્મકતા ઝડપથી ફેલાય છે, પરંતુ તે આપણી પ્રગતિને અટકાવી શકતી નથી.

પડકારોથી ડરવાને બદલે તેની પાસેથી શીખવું જોઈએ

તેમણે કહ્યું કે જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ સ્ક્રુટિની પણ વધે છે પણ ખરી સફળતા એ છે કે તમે એ તપાસમાં પણ મજબૂત ઊભા રહો. અદાણીએ કહ્યું, ‘અમારા સિદ્ધાંતો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા હંમેશા મજબૂત રહી છે અને આ જ અમને આગળ વધવાની તાકાત આપે છે.’ ગૌતમ અદાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પડકારોથી ડરવાને બદલે તેની પાસેથી શીખવું જોઈએ. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપે દરેક મુશ્કેલીને નવી તક તરીકે જોઈ અને આગળ વધવાનો સંકલ્પ કર્યો.

શું છે સમગ્ર મામલો?

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૌતમ અદાણીની કંપની પર યુએસમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો અને સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને મોટી લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે 2020થી 2024ની વચ્ચે અદાણી ગ્રીન અને એઝ્યુર પાવર ગ્લોબલને આ સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે ખોટા માર્ગ દ્વારા ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપવામાં આવી હતી.

અમેરિકાના આરોપો પાયાવિહોણા: અદાણી ગ્રુપ

એટલું જ નહીં લાંચનો મામલો અમેરિકન કંપની એટલે કે એઝ્યુર પાવર ગ્લોબલથી છુપાવવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ દ્વારા 20 વર્ષમાં બે અબજ ડોલરથી વધુનો નફો થવાનો અંદાજ હતો અને તેનો લાભ લેવા માટે ખોટા દાવા કરીને લોન અને બોન્ડ ઉભા કરવામાં આવ્યા હતા. જો કે, આ આરોપો પછી તાત્કાલિક નિવેદન જાહેર કરીને અદાણી ગ્રુપે અમેરિકન તપાસ એજન્સીના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે, જૂથ કાયદાના દાયરામાં રહીને દરેક નિર્ણય લે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button