ગઢડા શહેર ખાતેનો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અવરજવર કરવા માટેનો અને ગઢડા ખાતેના ધાર્મિક તીર્થધામ સ્થાનો સહિત આસપાસના મોટા તીર્થ સ્થાનો ખાતે આવતા હજારો ભાવિકો માટેના મુખ્ય માર્ગ સમાન ઘેલો નદી નો પુલ અતિ બિસ્માર હાલતમાં, પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય, અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પણ કોઈ કામગીરી થઈ ન હોવા અંગેનું સ્થાનિકો અને રાહદારીઓનું વહેલી તકે બ્રીજ રીપેર કરવાની માંગ ઉઠી છે.
અત્યંત વ્યસ્ત બ્રિજ છે
બોટાદ જિલ્લો યાત્રાધામનો જિલ્લો છે સાથે સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશદ્વાર છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતેની ઘેલો નદી પરનો પુલ કે જે પુલ પરથી અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તેમજ અમદાવાદ, બોટાદ, સહિતના જિલ્લાઓમાં જવાનો સૌરાષ્ટ્ર વાસીઓ માટેનો મુખ્ય માર્ગ છે તો ગઢડા ખાતેના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે પણ મોટી સંખ્યામાં રોજ હજારો ભાવિકો દર્શને આવતા હોય છે.
અનેક વાર અકસ્માતો સર્જાયા છે
જિલ્લાના સાળંગપુર, પાળીયાદ જેવા અનેક પ્રસિદ્ધ યાત્રાધામો ખાતે જવા માટેનો મુખ્ય માર્ગ હોય જેથી આ બ્રિજ પરથી રોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રાળુઓ સહિત રાહદારીઓ અને સ્થાનિકો આ બિસ્માર બ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, ઘેલો નદી પરનો આ બ્રિજ છેલ્લા 4 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે બિસ્માર પુલમાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે અને ખાડાઓના કારણે અનેક અકસ્માતો સર્જાય છે.
પુલની કામગીરી કરવા સ્થાનિકોએ કરી માંગ
અનેક વાહનોમાં નુકસાન થવા પામ્યું છે, ત્યારે આ પુલના સમારકામ માટે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ પરિણામ ન આવતાં છેલ્લા 4 વર્ષથી બિસ્માર પુલના કારણે રાહદારીઓ, સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે અને વહેલી તકે બિસ્માર પુલનું યોગ્ય સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે.
Source link